શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 14 જુલાઈ 2022 (16:00 IST)

Sankashti Chaturthi 2022 - જાણો સંકટોને હરનારી સંકષ્ટી ચતુર્થીનુ મહત્વ, આ દિવસે કરો આ ઉપાય થઈ જશો માલામાલ

માઘ મહિનામાં આવતા વિવિધ તહેવારોમાં સંકષ્ટી ચતુર્થી એક પૌરાણિક તહેવાર છે. તેને બોલચાલની ભાષામાં 'સંકટ ચોથ' અથવા 'સકત' તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય કેલેન્ડર મુજબ, દર મહિનામાં બે ચતુર્થી તિથિઓ હોય છે. પ્રથમ શુક્લ પક્ષમાં જેને 'વિનાયકી ચતુર્થી' કહેવાય છે, બીજા કૃષ્ણ પક્ષમાં જેને 'સંકષ્ટિ ચતુર્થી' કહેવાય છે. આ ચતુર્થીના તહેવારોમાં માઘ માસના કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થીનું વિશેષ મહત્વ છે. જુલાઈ 2022 માં સંકષ્ટી ચતુર્થી 16 જુલાઈ શનિવારના 2022ના રોજ આવી રહી છે. 

પરેશાનીઓને દૂર કરનાર આ ચતુર્થી પર્વને 'માઘી ચતુર્થી' અને 'તિલકુટ ચોથ' તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રો મુજબ આ નિર્જલા વ્રત સૌપ્રથમ માતા પાર્વતી દ્વારા તેમના પુત્ર ગણેશની શુભકામનાઓ માટે કરવામાં આવ્યું હતું. ત્યારથી, હિન્દુ ધર્મની મહિલાઓ તેમના બાળકોના લાંબા અને સુખી જીવનની ઇચ્છા સાથે આ વ્રતનું પાલન કરે છે. આ દિવસે ચોથ માતા (પાર્વતી) અને વિઘ્નહર્તા ગણેશની જળ, અક્ષત, દુર્વા, લાડુ, પાન અને સોપારીથી પૂજા કરવાની લોક પરંપરા છે.
 
 
-ચોથના દિવસે ઘરમાં ગણેશ યંત્રની સ્થાપના કરવી જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 
- સંકષ્ટી ચતુર્થીના દિવસે 108 વાર વક્રતૃળ્ડાય હૂં મંત્રનો જાપ કરવાથી ઘરમાં સુખ-શાંતિ કાયમ રહે છે. 
-  સંકટ ચોથના દિવસે ગણેશજીની મૂર્તિ સામે બેસીને ૐ ગણ ગણપતયે નમ: મંત્રનો 1008 વાર જાપ કરો. તેનાથી બધા અવરોધ દૂર થશે. 
- ઘન સંબંધી પરેશાનીથી મુક્તિ મેળવવા માટે ગણેશજીની વિધિ વિધાનપૂર્વક પૂજા કર્યા બાદ ગોળ અને ઘીનો ભોગ લગાવો. પછી આ ભોગને ગાયને ખવડાવો 
- ચોથના દિવસે હાથીને લીલુ ઘાસ ખવડાવવાથી ગણેશજી પ્રસન્ન થાય છે અને પરેશાનીઓ દૂર કરે છે.