સોમવાર, 20 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 19 એપ્રિલ 2023 (13:23 IST)

અખાત્રીજનુ મહત્વ : અક્ષય તૃતીયાના દિવસે કેમ ખરીદવામાં આવે છે સોનુ ? જાણો આ દિવસે સોનુ ખરીદવાનુ શુભ મુહુર્ત અને મહત્વ

akshay trutiya
Akshaya Tritiya 2023 Date:  હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિનુ વિશેષ મહત્વ છે. આ દિવસને અખાત્રીજ  (akshaya tritiya)ના રૂપમાં ઉજવવામાં આવે છે. આને અખાત્રીજના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા સ્વરૂપ ભગવાન પરશુરામ (parshuram)નો જન્મ થયો હતો. તેથી આ દિવસ નુ ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે.  અખાત્રીજ એટલે કે તિથિથી જ સ્પષ્ટ છે કે જેનો ક્ષય નથી થતો. તેથી એવી માન્યતા છે કે આ દિવસે કોઈપણ કાર્ય કરવુ ખૂબ શુભ માનવામાં આવે છે.  આ દિવસે સ્નાન-દાનની સાથે સોનાની ખરીદી (gold shopping) કરનારા ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવો જાણીએ ક્યારે છે અખાત્રીજ,  આ દિવસે સોનુ કેમ ખરીદવામાં આવે છે અને ક્યારે છે સોનુ ખરીદવાનુ શુભ મુહૂર્ત ?
 
ક્યારે છે અખાત્રીજ 
 
વૈશાખ મહિનના શુક્લ પક્ષની તિથિની શરૂઆત 22 એપ્રિલ 2003ના રોજ સવારે  7 વાગીને 49 મિનિટથી શરૂ થઈ રહી છે. જેનુ સમાપન 23 એપ્રિલના રોજ સવરે 7 વાગીને 47 મિનિટ પર થશે. ઉદયાતિથિ માન્યતાનુસાર અક્ષય તૃતીયા 22 એપ્રિલના રોજ ઉજવાશે. 
 
અક્ષય તૃતીયા પર સોનુ ખરીદવાનુ શુભ મુહુર્ત 
 
અક્ષય તૃતીયાના દિવસે મા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજાનુ શુભ મુહુર્ત સવારે 7 વાગીને 49 મિનિટથી 12 વાગીને 20 મિનિટ સુધી રહેશે.  બીજી બાજુ આ દિવસે સોનુ ખરીદવાનુ શુભ મુહુર્ત સવારે 7 વાગીને 49 મિનિટથી શરૂ થઈને 23 એપ્રિલ સવારે 5 વાગીને 48 મિનિટ સુધી રહેશે. એટલે કે સોનુ ખરીદવાનુ શુભ મુહુર્ત કુલ 21 કલાક 59 મિનિટ સુધી છે. 
 
અક્ષય તૃતીયાના દિવસે કેમ ખરીદવામાં આવે છે સોનુ 
 
ધાર્મિક માન્યતા મુજબ અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામ ઉપરાંત બ્રહ્મ દેવના પુત્ર અક્ષય કુમારની ઉત્પત્તિ થઈ હતી. તેથી આ દિવસને અખાત્રીજના નામથી ઓળખવામાં& આવે છે.  જ્યોતિષનુ માનીએ તો આ તિથિ પર ગ્રહ નક્ષત્રોનો શુભ સંયોગ, શુભ યોગના મહાસંયોગ, સર્વસિદ્ધ મુહૂર્ત અને અબૂજ મુહુર્ત હોય છે. તેથી આ દિવસ કોઈપણ વસ્તુની ખરીદી માટે શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતામુજબ અખાત્રીજના દિવસે ચલ-અચલ સંપત્તિ જેવી કે સોના-ચાંદીના ઘરેણા, જમીન, મકાન કે નવા વાહનની ખરીદી કરવાથી ઘરના સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.  આ ઉપરાંત આ દિવસે સોનાની ખરીદી કરી મા લક્ષ્મીને અર્પિત કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આખુ વર્ષ ઘરમાં રૂપિયાની કમી રહેતી નથી.   
 
માટીનુ વાસણ પણ આપશે સોના જેવુ જ ફળ 
 
આજના આ મોંઘવારીના સમયમાં જો તમારી પાસે સોના-ચાંદીની ખરીદીનુ બજેટ નથી તો તમે આ દિવસે માટીના પાત્રથી બનેલા કળશ કે દિવાની ખરીદી કરીને પણ ઘરે લઈ જઈ શકો છો. કારણ કે શાસ્ત્રોમાં માટીની તુલના સ્વર્ગ સાથે કરવામાં આવી છે. આવામાં આ દિવસે માટીથી નિર્મિત પાત્રની ખરીદી કરવાથી પણ તમને સોનાની ખરીદી કરવા બરાબર જ લાભ મળશે.