શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 10 જુલાઈ 2022 (12:34 IST)

Photo- સાપુતારા : ગરબા ગ્રૂપની મહિલાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 2નાં મૃત્યુ, 30 ઘાયલ

શનિવારે રાત્રે ડાંગ જિલ્લામાં આવેલા સાપુતારા હિલસ્ટેશન પાસે એક બસ ખીણમાં ખાબકી હતી. જેમાં સવાર બે મહિલા મુસાફરોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે, 30 જેટલા અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
 
ધ હિંદુના અહેવાલ પ્રમાણે, શનિવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ સુરતના એક ગરબા ગ્રૂપનાં સભ્યો સાપુતારાથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
આ દુર્ઘટનામાં બે મહિલ મુસાફરોનાં મૃત્યુ થયાં હોવાનું અને 30 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાનું સ્થાનિકપોલીસે જણાવ્યું હતું.
 
ડાંગ જિલ્લા એસ. પી. રવિરાજસિંહ જાડેજાએ અખબારને જણાવ્યું, "બસમાં સુરતના એક ગરબા ગ્રુપની મહિલાઓ હતી. જેઓ સાપુતારા ફરીને પરત સુરત જઈ રહી હતી. એ વખતે હિલ સ્ટેશનથી લગભગ 3 કિલોમીટર દૂર બસ રસ્તાની રેલિંગ તોડીને ખીણમાં ખાબકી હતી. ઘટનામાં બે મહિલાઓ મૃત્યુ પામી છે. જ્યારે 25થી 30 જેટલી મહિલાઓને સારવાર માટે મોકલવામાં આવી છે.