રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 જૂન 2022 (18:30 IST)

અમદાવાદમાં વાદળછાયું, મધ્યમ વરસાદની આગાહી

rain in gujarat
અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં એક જ દિવસમાં ૮ ડિગ્રીનો ઘટાડો નોંધાતા ગરમીમાંથી રાહત અનુભવાઇ હતી. આગામી એક સપ્તાહ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની તેમજ કેટલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
 
રાજ્યમાં વરસાદનું આગમન થઇ ગયું છે. રાજ્યના કેટલાંક વિસ્તારોના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. એવામાં રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાંક બંદરો પર 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.
 
આગામી 4 દિવસ સુધી દમણનો દરિયો પણ તોફાની રહેવાની શક્યતા સેવાઇ રહી છે. મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને એલર્ટ આપવામાં આવ્યું છે.