બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 29 એપ્રિલ 2020 (16:03 IST)

જાણો કયા શહેરો રેડઝોનમાં છે? લોકડાઉન ખોલવા મુદ્દે સીએમ રૂપાણીએ મંત્રીઓની બેઠક બોલાવી

ગુજરાતમાં લૉકડાઉન-2 દરમિયાન કેસની સંખ્યામાં 500 ટકાનો વધારો નોંધાયો છે. રાજકોટના જંગલેશ્વરમાં વધુ ત્રણ અને ભાવનગરમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 3779 દર્દી નોંધાયા છે અને  434 દર્દી ડિસ્ચાર્જ થયા છે.જ્યારે મૃત્યુઆંક 181એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાની બે મહિલા દર્દીએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે.
રાજ્યમાં ગઇકાલે જે 19 દર્દીના મોત નોંધાયા છે એ તમામ મોત અમદાવાદમાં જ થયા છે. 19 મોતમાંથી 4 દર્દીના પ્રાથમિક રીતે કોરોનાથી જ્યારે 15 દર્દીના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાને કારણે મોત થયા છે. તેમજ 28 એપ્રિલે વધુ 40 દર્દી સાજા થયા છે. કુલ 3774 દર્દીમાંથી 34 વેન્ટીલેટર પર અને 3125ની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 56101ના ટેસ્ટ કર્યાં, 3774 પોઝિટિવ અને 52327ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.કોરોનાની સ્થિતિ, તેના નિવારણ પગલાં અને લોકડાઉન નિયમોના પાલનની સ્થિતિની સમીક્ષા માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમે તેનો અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં રાજ્ય સરકાર દ્વારા સુરત અને અમદાવાદમાં લીધેલા ત્વરિત પગલાં અને આધુનિક ટેકનલોજીના ઉપયોગથી સંક્રમિતોને શોધવાની પહેલની પ્રશંસા કરી છે.