સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2019 (17:50 IST)

Mann Bairagi : સંજય લીલા ભણસાલીની મોદી પરની ફિલ્મ 'મન બૈરાગી'માં શું હશે?

સંજ્ય લીલા ભણસાલી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું નામ છે 'મન બૈરાગી.'
નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.
આ પહેલાં પર વિવેક ઓબેરૉય મોદી પર ફિલ્મ બનાવી ચૂક્યા છે અને મોદી પર અનેક ડૉક્યુમેન્ટરી બની ચૂકી છે.
હવે બોલીવૂડમાં પોતાના સેટ અને અલગ સ્ટોરી તરીકે ખાસ જાણીતા ડિરેક્ટર સંજય લીલા ભણસાલી આ ફિલ્મ લાવી રહ્યા છે.
હાલ સોશિયલ મીડિયા પર લોકો આ ફિલ્મનું પોસ્ટર શૅર કરી રહ્યા છે.
 
ફિલ્મમાં શું હશે?
એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત હશે. પરંતુ ફિલ્મમાં એવા કિસ્સાઓ સમાવવામાં આવ્યા હશે, જે અત્યાર સુધી સાંભળવા મળ્યા નથી.
'મન બૈરાગી'ને ભણસાલી અને મહાવીર જૈને સાથે મળીને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મને સંજય ત્રિપાઠીએ ડિરેક્ટ કરી છે. ત્રિપાઠીએ જ ફિલ્મની સ્ટોરી લખી છે.
બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે આ ફિલ્મનું પોસ્ટર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રિલીઝ કર્યું છે.
આ ફિલ્મ મામલે વાત કરતાં સંજય લીલા ભણસાલીએ કહ્યું, "આ કહાણી યુનિવર્સલ અપીલ કરશે. કહાણી પર ખૂબ રિસર્ચ કરવામાં આવ્યું છે. યુવા અવસ્થામાં વડા પ્રધાનની જિંદગીમાં આવેલા ટર્નિંગ પૉઇન્ટે મને ઉત્સાહિત કર્યો. મને લાગે છે કે આ અજાણી કહાણીને દર્શાવવી જોઈએ."
ડિરેક્ટર સંજય ત્રિપાઠીએ કહ્યું, "આ ફિલ્મ એક ઇન્સાનને ખુદની તલાશ કરવાની કહાણી છે. જે આપણા દેશના સૌથી તાકતવર નેતા બન્યા છે."