શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બિહાર ચૂંટણી સમાચાર
Written By
Last Updated :જમશેદપુર. , સોમવાર, 28 સપ્ટેમ્બર 2015 (15:31 IST)

બિહાર વિધાનસભા ચૂંટણીમાં હાર્દિક પટેલ નીતીશ કુમારનું સમર્થન કરશે !!

પટેલ આંદોલનના નેતા હાર્દિક પટેલે શનિવારે કહ્યુ કે તેઓ આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી નીતીશ કુમારનું સમર્થન કરશે. કારણ કે જેડીયૂ નેતા તેમના સમુહ ના છે.  હાર્દિકે જમશેદપુરમાં કહ્યુ કુમાર એક સારા મુખ્યમંત્રી છે અને અમારા સમાજના છે. તેથી ચૂંટણીમાં અમે તેમનુ સમર્થન કરીશુ. બિહારમાં વિધાનસભા ચૂંટણી આવતા મહિને શરૂ થઈ રહી છે. 
 
પ્રદેશમાં જેડીયૂ આરજેડી અને કોંગ્રેસના મહાગઠબંધનનો મુકાબલો બીજેપી, એલજેપી આરએલએસપી અને હમનું ગઠબંધન છે. ઈસ્તાત નગરી જમશેદપુરમાં કર્મ મહોત્સવમાં ભાગ લેવા આવેલ હાર્દિકે કોટા આંદોલન વિશે કહ્યુ કે તેઓ આ આંદોલનને તેના તાર્કિક અંત સુધી લઈ જવાના સમ ખાઈ ચુક્યા છે.  
 
આર્થિક રૂપથી પછાત વર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર પેકેજ વિશે હાર્દિકે કહ્યુ કે જે આપવામાં આવ્યુ છે તે લૉલીપોપ છે જ્યારે કે તેમની માંગ છે કે અનામત ફક્ત જાતિના આધાર પર હોવુ જોઈએ. 
 
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પીએએએસ)ના સંયોજક હાર્દિકે શુક્રવારે એલાન કર્યુ કે તેઓ પેકેજ પર નારાજગી નોંધાવવા માટે લોલીપોપ આંદોલન શરૂ કરશે. આ દરમિયાન છેલ્લા છ દસકાઓમં અનામતની સમીક્ષાની વકાલાત કરી છે.  તેમણે કહ્યુ, વિકાસના મોરચા પર અનામતને સમીક્ષા કરવી જોઈએ કે નહી તેને સમાપ્ત કરવા માટે. આપણે તેની સમીક્ષા એ જોવા માટે કરવી જોઈએ કે આપણે સમુદાયોનો વિકાસ કેવી રીતે કરવો.  આ પ્રશ્ન પર કે શુ તેઓ જાતિથી અલગ આર્થિક રૂપે ગરીબ લોકો માટે અનામતનું સમર્થન કરશે. હાર્દિકે કહ્યુ કે અનામત જાતિના આધાર પર આપવુ જોઈએ. 
 
એક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ગુજરાતમાં વિકાસ વિશે પૂછતા જવા પર તેમણે કહ્યુ કે રાજ્યમાં અગાઉ દોઢ દસકામાં શ્રીમંત વધુ શ્રીમંત થયા છે. જ્યારે કે ગરીબ વધુ ગરીબ થતા ગયા. ઈસ્પાત નગરીની પોતાની યાત્રા વિશે હાર્દિકે કહ્યુ કે તેમને જાણ થઈ છે કે કુર્મી લોકોની સમસ્યાઓ તેમના પટેલ સમુહના સમાન છે. તેમણે કહ્યુ કે ત્યા રહેતા ઓબીસીના સ્થાન પર અનુસૂચિત જનજાતિ શ્રેણીમાં સામેલ કરવાની કુર્મી સમુહની માંગનું સમર્થન કરે છે.  
 
તેમની રાજનીતિક મહત્વાકાંક્ષા વિશે પૂછતા હાર્દિક પટેલે કહ્યુ કે ફક્ત સમય બતાવશે. પણ સાથે જ કહ્યુ કે હાલ તે પોતાના સમુહના યુવાનોને ચૂંટણી લડવા માટે પ્રેરિત કરશે. કારણ પટેલોને યોગ્ય પ્રતિનિધિત્વ નથી મળ્યુ.