મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , શનિવાર, 7 સપ્ટેમ્બર 2019 (12:39 IST)

રાધિકા આપ્ટેએ જણાવ્યુ બોલીવુડનુ ડર્ટિ સીક્રેટ, હીરો સાથે સૂવાની મળી હતી ઓફર

ચેલેજિંગ રોલને પણ ખૂબ સહેલાઈથી નિભાવનારી અભિનેત્રી રાધિકા આપ્ટેનો આજે જનમદિવસ છે. રાધિકાનો જન્મ પુણેમાં 7 સપ્ટેમ્બર 1985ના રોજ થયો હતો.  તે બોલીવુડમાં એક્ટિંગ સાથે પોતાના બેબાક નિવેદનો માટે પણ જાણીતી છે. રાધિકાનો વિવાદો સાથે ઉંડો સંબંધ છે.   તેણે કોઈનાથી ગભરાયા વગર ફિલ્મ ઈંડસ્ટ્રીના અનેક એવા રહસ્યો ખોલ્યા છે જે ચોંકાવનારા હતા. 
રાધિકા આપ્ટેએ બોલીવુડ ડાર્ક સીક્રેટ્સ ડોક્યુમેંટ્રીમાં અનેક ખુલાસા કર્યા હતા. તેણે જણાવ્યુ હતુ કે એકવાર મને ફોન આવ્યો અને પ્રોડ્યુસરે કહ્યુ કે અમે એક બોલીવુડ ફિલ્મ કરી રહ્યા છીએ અને હુ ઈચ્છુ છુ કે 
તમે હીરો સાથે મીટિંગ કરો. શુ તમે તેની સાથે સૂઈ જશો ?
રાધિકાએ એક ટીવી શો દરમિયાન પોતાના જીવન સાથે જોડાયેલ અનેક વાતો શેયર કરી હતી. તેણે પોતાના સંઘર્ષના દિવસોનો ઉલ્લેખ કર્યો. તેણે જણાવ્યુ કે ફિલ્મ દેવ ડી ના ઓડિશન દરમિયાન તેને ફોન સેક્સ પણ કરવુ પડ્યુ હતુ. 
 
રાધિકા આપ્ટે બોલીવુડમાં કેરિયરની શરૂઆત શાહિદ કપૂરની ફિલ્મ વાહ લાઈફ હો તો એસી માં એક નાનકડા પાત્રને ભજવીને કરી. ત્યારબાદ તેને અનેક સારી ફિલ્મો મળી. જેમા તેણે દમદાર અભિનય કર્યો.  રાધિકાએ તાજેતરમાં જ વેબ સીરિઝ સીક્રેડ ગેમ્સમાં પણ કામ કર્યુ છે. 
 
રાધિકાની સફળ ફિલ્મોમાં પાર્ચ્ડ, માંઝી ધ માઉંટેન મૈન, પેડમૈન, અંધાધુંધ, બાજાર, લસ્ટ સ્ટોરીઝનો સમાવેશ છે.  ફક્ત બોલીવુડમાં જ નહી રાધિકાએ બંગાળી, મરાઠી, તેલુગુ અને મલયાલમ ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.