ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (08:09 IST)

Shabana Azmi Birthday Special: પિતા નારાજ થવા છતા બે બાળકોના પિતા Javed Akhtar સાથે કર્યા લગ્ન, ફિલ્મી છે તેમની લવસ્ટોરી

Shabana Azmi Birthday Special: શબાના આઝમી એક એવુ નામ છે જેમણે હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયની અમિટ છાપ છોડી છે. બોલીવુડની ચમક ધમક વચ્ચે તેમણે બીજી અભિનેત્રીઓથી અલગ પોતાની ઓળખ બનાવી. એક અનુભવી કલાકારની જેમ તે દરેક પાત્રમાં સારી રીતે ફીટ થઈ જાય છે. શબાનાએ જેટલુ નામ અભિનયથી કમાવ્યુ એટલી જ ચર્ચા તેમની પર્સનલ લાઈફની પણ રહી. તેમણે પોતાનાથી 10 વર્ષ મોટા ગીતકાર અને લેખક જાવેદ અખ્તર સાથે લગ્ન કર્યા. જે પહેલાથી જ પરણેલા હતા અને બે બાળકોના પિતા હતા. 
જાવેદ સાથે આ રીતે થઈ પ્રથમ મુલાકાત 
 
શબાના આઝમી પ્રસિદ્ધ શાયર કૈફી આઝમીની પુત્રી છે. આ તે સમયની વાત છે જ્યારે શબાનાએ બોલીવુડમાં ડગ માંડવાની શરૂઆત કરી હતી. અને જાવેદ અખ્તરે એક જાણીતુ નામ બની ચુક્યા હતા.  સલીમ ખાન સાથેની તેમની જોડી સલીમ જાવેદની ઇન્ડસ્ટ્રીમાં પ્રસિદ્ધ હતી. આ જોડીએ શોલે જેવી ફિલ્મ લખીને સૌથી ટોચ પર સ્થાન બનાવી લીધુ હતુ. જાવેદ અખ્તર અવારનવાર કૈફી આઝમીના ઘરે કવિતાઓ સંભળાવવા માટે જતા હતા. આ સમય દરમિયાન શબાના સાથે તેમની મુલાકાત થઈ, ધીરે ધીરે આ દોસ્તી પ્રેમમાં ફેરવાઈ. જ્યારે કૈફી આઝમીને શબાના અને જાવેદના સંબંધો વિશે ખબર પડી ત્યારે તેણે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
 
પિતા કૈફી આઝમી થયા નારાજ 
બીજી બાજુ શબાનાને લઈને જાવેદ અને હની વચ્ચે ખૂબ ઝઘડા થવા માંડ્યા. રોજના ઝઘડાઓથી કંટાળીને હનીએ એક દિવસ જાવેદને શબાના પાસે જવાની મંજુરી આપી દીધી. પરંતુ કૈફી આઝમી આ સંબંધથી ખુશ નહોતા. તેમણે આ વાત પર વાંધો હતો કે જાવેદ અખ્તર પહેલેથી જ પરિણેલા છે અને શબાના આઝમી જાવેદ અને તેની પત્ની હની ઈરાનીની વચ્ચે આવી ગઈ.  પણ શબાનાએ તેમને વિશ્વાસ અપાવ્યો કે એવુ કશુ નથી. જાવેદ સાથે હનીના સંબંધો તેમને કારણે નથી તૂટી રહ્યા. છેવટે કૈફીએ તેમના સંબંધોને મંજુરી આપી દીધી.