ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (11:16 IST)

શોલે ફિલ્મના દિગ્ગ્જ અભિનેતાનું મુશ્તાક મર્ચન્ટનું નિધન

અભિનેતા, લેખક અને કોમેડિયન મુશ્તાક મર્ચન્ટનું આજે (27 ડિસેમ્બર) અવસાન થયું છે. તેઓ 67 વર્ષના હતા અને તેમને ઘણા સમયથી ડાયાબિટીસ હોવાનું નિદાન થયું હતું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (TOI) અનુસાર, મુંબઈની હોલી ફેમિલી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.
 
તેણે વર્ષોથી બોલિવૂડની વિવિધ ફિલ્મોમાં અભિનય કરીને મનોરંજન જગતમાં પોતાનું નામ કમાવ્યું છે. મર્ચન્ટ તેમની બે દાયકા લાંબી કારકિર્દીમાં લગભગ 80 ફિલ્મોમાં દેખાયા. 'સીતા ઔર ગીતા', 'જવાની દિવાની', 'સાગર', 'ફિફ્ટી ફિફ્ટી', 'નસીબ વાલા', 'પ્યાર હુઆ ચોરી ચોરી' અને 'બલવાન' તેમાંથી થોડા છે.