રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 23 મે 2021 (09:40 IST)

Shreya Ghosal ના ઘરે ગૂંજી કિલકારી ગાયિકાએ બેબી બોયને જન્મ આપ્યો

ફેમસ સિંગર શ્રેયા ઘોષાલના ઘરે નાનો મહેમાન આવ્યો છે.  શ્રેયાએ 22 મેની બપોરે બેબી બોયને જન્મ આપ્યો છે. તેણે પતિ શિલાદિત્ય સાથે પુત્રનું સ્વાગત કર્યું. સિંગરે ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે આ ખુશખબર શેયર કરી છે.
શ્રેયાએ પોસ્ટ કર્યું, 'ભગવાનને આજે બપોરે બેબી બોય તરીકે અમને એક અમૂલ્ય આશીર્વાદ આપ્યો છે. આ એવી ભાવના છે જે આ પહેલાં ક્યારેય અનુભવાઈ ન હતી. શીલાદિત્ય અને હું મારા પરિવારથી ખૂબ ખુશ છીએ. અસંખ્ય આશીર્વાદ માટે આપ સૌનો આભાર. '
શ્રેયા ઘોષલની પોસ્ટ પર ચાહકો અને સેલેબ્સ સતત ટિપ્પણી કરી રહ્યા છે અને તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. શ્રેયાએ પોસ્ટ કરતાની સાથે જ તેના ચાહકો અને સેલિબ્રિટીએ તેને અભિનંદન આપવાનું શરૂ કર્યું. સિંગર નીતિ મોહને લખ્યું, 'ખૂબ ખૂબ અભિનંદન. આ ખૂબ જ સારા સમાચાર છે. આશા છે કે તમે અને બેબી સ્વસ્થ રહેશો. પરિવાર તરફથી ઘણા બધા પ્રેમ અને શુભેચ્છાઓ.