ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 4 જૂન 2021 (08:55 IST)

HBD બાલાસુબ્રમણ્યમ - જાણીતા સંગીતકાર એસપી બાલાસુબ્રમણ્યમના જન્મદિવસ પર જાણો તેમના ખાસ ગીત જે તમે ક્યારેય નહી ભૂલી શકો

ભારતીય સંગીતકાર એસપી બાલાસુબ્રમણ્યમ  (SP Balasubramaniam) એવા ગીતકાર હતા, જેમણે પોતાના કેરિયરમાં 16 ભાષાઓમાં 40 હજારથી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો. તેમનો જન્મ 4 મે ના રોજ ઉજવાય છે. તેમના જન્મ દિવસ પર આવો  જાણીએ તેમના જીવન સાથે જોડાયેલ કિસ્સા 
 
ભારતીય સંગીતકાર બાલાસુબ્રમણ્યમનો જન્મ આંધ્રપ્રદેશમાં તેલુગુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા એસ. પી. સાંબામૂર્તિ એક હરિકથા કલાકાર હતા, જેમણે નાટકોમાં પણ અભિનય કર્યો હતો. તેની માતા શકુંથલમ્મા હતી, જેમનું મૃત્યુ 4 ફેબ્રુઆરી 2019 ના રોજ  થયું હતું. બાલાસુબ્રમણ્યમનો પુત્ર એસ. પી.ચરણ પણ એક લોકપ્રિય દક્ષિણ ભારતીય ગાયક, અભિનેતા અને નિર્માતા છે.
 
અનેક ભાષાઓમાં ગાયુ ગીત - બાલાસુબ્રમણ્યમએ ચાર અલગ અલગ ભાષાઓ તેલુગુ, તમિલ, કન્નડ અને હિન્દીમાં પોતાના કામ માટે સર્વશ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક માટે છ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યા છે.  તેમણે તેલુગુ સિનેમામાં કામ કરવા માટે નંદી એવોર્ડ જીત્યો છે અને કર્ણાટક તેમક તમિલનાડુમાંથી અનેક  રાજ્ય પુરસ્કારો જીત્યા. આ સિવાય તેમણે ફિલ્મફેર એવોર્ડ્સ અને દક્ષિણમાં છ ફિલ્મફેર એવોર્ડ જીત્યા.
 
ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ -  બાલાસુબ્રમણ્યમએ પોતાના કેરિયરમાં 40,000 થી વધુ ગીતો સાથે સૌથી વધુ ગીતો ગાવાનો  ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેમણે 8 ફેબ્રુઆરી 1981 ના રોજ બેંગાલુરુમાં સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી સંગીતકાર ઉપેન્દ્ર કુમાર માટે કન્નડમાં 21 ગીતો રેકોર્ડ કર્યા.
આ ઉપરાંત, તેણે એક દિવસમાં તમિલમાં 19 ગીતો અને હિન્દીમાં 16 ગીતો રેકોર્ડ કર્યા, જે એક રેકોર્ડ કહેવાયો. 2012 માં ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે તેમને રાજ્ય એનટીઆર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. વર્ષ 2016 માં, તેમને ભારતીય ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર તરીકે સિલ્વર પીકોક મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. તેમને ભારત સરકાર તરફથી  પદ્મ શ્રી (2001), પદ્મ ભૂષણ (2011) અને પદ્મવિભૂષણ (મરણોત્તર) (2021) મળ્યા.
 
90ના દસકાના ગીત 
 
એસપી બાલાસુબ્રમણ્યમે 90 ના દાયકામાં હિન્દી ફિલ્મ જગત માટે ઘણાં હિટ ગીતો ગાયા છે, જેમાં ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' (1989) માં "દિલ દીવાના", "મેરે રંગ મેં" ગીતોનો સમાવેશ છે. 1994 માં ફિલ્મ હમ આપકે હૈ કૌન માટે પેહલા - પેહલા પ્યાર હૈ, હમ આપકે હૈ કૌન, દીદી તેરા દીવાના ગીત. આ પછી 1991 ની ફિલ્મ પત્થર કે ફૂલના ગીત કભી તૂ છાલિયા લગતા હૈ, તુમસે જો દેખતે હી પ્યાર હુઆ.  1992 ની ફિલ્મ રોજામાં તેમણે રોજા જાનેમાનમાં હ્રદયસ્પર્શી ગીતો ગાયા છે.
 
બાલા સુબ્રમણ્યમનુ નિધન 
 
સંગીતકાર બાલાસુબ્રમણ્યમ 5 ઓગસ્ટ 2020 ના રોજ કોરોનાથી સંક્રમિત થઈ ગયા હતા, આ દરમિયાન તેમને ચેન્નઇના MGM હેલ્થકેરમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેની તબિયત લથડતાં તેને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા. એવુ બતાવાય રહ્યુ છે કે તેમની તબિયતને લઈને  તેમના પ્રશંસકોએ તેમના સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા પર પ્રાર્થના કરી. ફિલ્મ જગતના લોકોએ હોસ્પિટલની બહાર મીણબત્તીઓ લગાવી હતી. તેવી જ રીતે તેલુગુ ફિલ્મ જગતના ઘણા કલાકારોએ લોકોને તેમના જીવન માટે પ્રાર્થના કરવાની વિનંતી કરી, ઘણા ટોલીવુડ સંગીતકારોએ પણ સામુહિક પ્રાર્થનાઓનું આયોજન કર્યું. ત્યારબાદ 25 સપ્ટેમ્બર 2020 માં તેમનું અવસાન થયું.