સોમવાર, 24 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 2 જૂન 2018 (16:35 IST)

Veere Di Weddingની રેકોર્ડ કમાણીએ ઉડાવ્યા હોશ, સોનમની 'ગર્લ ગેંગ' એ મચાવી ધમાલ

Veere Di Wedding
ગર્લ ગેંગ પર બનેલી ફિલ્મ વીરે દી વેડિંગ એ ફર્સ્ટ ડે કલેક્શનમાં રેકોર્ડતોડ કમાણી કરી છે.  સોનમ કપૂર, કરીના કપૂર ખાન, સ્વરા ભાસ્કર અને શિખા તલ્સાનિયની ચોકડીએ એવી ધમાલ મચાવી કે દરેક વાહવાહ કરતા જોવા મળી રહ્યા છે. જો કે આ ફિલ્મને જોવા માટે છોકરીઓમાં ખૂબ ક્રેઝ દેખાય રહ્યો છે. 'Veere Di Wedding' એ રેકોર્ડ કમાણી કરતા પહેલા દિવસે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ત્રીજી પોઝિશન મેળવી છે. ટ્રેડ એનલિસ્ટ તરણ આદર્શ મુજબ ફિલ્મએ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર  10.70 કરોડ રૂપિયાનુ કલેક્શન કરી લીધુ છે. 
 
બોલીવુડ ફિલ્મોની વાત કરવામાં આવે તો ભારતીય સિનેમાઘરમાં ઓપનિંગ ડે બિઝનેસમાં પ્રથમ પોઝિશન પર બાગી 2 એ 25.10 કરોડ અને બીજા સ્થાન પર પદ્માવત એ 19 કરોડ રૂપિયાની જોરદાર કમાણી કરી હતી. હવે વીરે દી વેડિંગ એ ત્રીજા સ્થાન પર પોતાનુ નામ કરી લીધુ. હાલ વીકેંડના બે મોટા દિવસ શનિવાર અને રવિવાર બાકી છે. આશા છે કે વીકેંડ પર આ આંકડો વધી પણ શકે છે. 
ઉલ્લેખનીય છે કે ભારતમાં આ ફિલ્મ 2177 સ્ક્રીન પર ઉતારવામાં આવી. જ્યારે કે ઓવરસીઝની વાત કરે તો 470 સ્ક્રીન્સ પર આ ફિલ્મ પડદા પર ઉતરી છે. વર્લ્ડવાઈડ 2647 સ્ક્રીન્સ પર રજુ થયેલ આ ફિલ્મને સારો રિસ્પૉન્સ આવવો હજુ બાકી છે. 
 
ઉલ્લેખનીય છે કે વીરે દી વેડિંગ ની સ્ટોરી ચાર છોકરીઓ અને તેમની મિત્રતા પર આધારિત છે. ફિલ્મમાં પહેલીવાર કરીના અને સોનમની જોડી દેખાય છે. તેમા સ્વરા ભાસ્કર, શિખા તલસાનિયા અને સુમિત વ્યાસ મુખ્ય રોલ ભજવી રહ્યા છે. 'વીરે દિ વેડિંગ' દ્વારા બે વર્ષ પછી કમબેક કરી રહી છે. પુત્ર તૈમૂર અલી ખાનના જન્મ પછી આ તેની પ્રથમ ફિલ્મ છે. 
ફિલ્મની સ્ટોરી કરીના પર બેસ્ડ છે. જેના લગ્ન અટેંડ કરવા માટે તેમની ત્રણ મિત્ર (સોનમ કપૂર, સ્વરા ભાસ્કર, શિખા તલસાનિયા) આવે છે.  ફિલ્મમા 'પરમાનેંટ રૂમમેટ' ફેમ સુમિત વ્યાસ કરીનાના લવ ઈંટરેસ્ટના પાત્રમાં છે. શશાંક ખેતાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 1 જૂનના રોજ રજુ થઈ ચુકી છે.