શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 2 નવેમ્બર 2017 (11:16 IST)

શાહરૂખ બોલ્યા, મારી પુત્રી સાથે ડેટ કરવી હોય તો ફોલો કરવા પડશે આ 7 રૂલ્સ

શાહરૂખ ખાનની પુત્રી સુહાના બૉલીવુડની સૌથી પોપુલર સેલેબ્રિટી કિડ્સ છે જો કોઈ છોકરો શાહરૂખની પુત્રીને ડેટ કરવા ઈચ્છે છે તો તેંણે કેટલાક કડક નિયમોનુ પાલન કરવુ પડશે.  આ રુલ્સ સુહાનાના નથી પણ તેના ડિયર ડેડી મતલબ શાહરૂખે બનાવ્યા છે. જી હા એક ફેમસ મેગેઝિન ફેમિનાને આપેલ ઈંટરવ્યુમાં શાહરૂખે પોતાના બાળકોથી લઈને સાથે કામ કરી ચુકેલ એક્ટ્રેસને લઈને ઘણી વાતો શેયર કરી.   શાહરૂખે એ પણ કહ્યુ કે તેઓ ઈચ્છે છેકે તેમની પુત્રેનીએ લાઈફમાં સારો વ્યક્તિ આવે. શાહરૂખે તેમની પુત્રીને ડેટ કરનારાઓ માટે 7 કડક રુલ્સ બનાવ્યા છે. જાણો શાહરૂખની પુત્રીને ડેટ કરવા માટે શુ છે રૂલ્સ 
 
- જોબ હોવી જોઈએ 
- એ સમજી લો કે હુ તમને પસંદ કરતો નથી 
- હંમેશા હુ તમારા પર નજર રાખી રહ્યો છુ 
- વકીલ હંમેશા સાથે હશે 
- ધ્યાન રાખો એ મારી રાજકુમારી છે... તમે તેને જીતી નથી.  
-જો તેને પરેશાન કરી તો મને જેલ જવાનો ભય નથી 
- જેવુ બિહેવ તમે તેની સાથે કરશો.. તમારી સાથે પણ હુ એ જ કરીશ.. 

કોઈએ પુત્રીને કિસ કર્યુ તો હુ હોઠ ઉખાડી લઈશ...
શાહરૂખના આ રૂલ ખૂબ મુશ્કેલ છે. પણ લાગે છે કે શાહરૂખ ઈચ્છે છેકે તેમની પુત્રી જો ડેટ પર જશે તો તે કોઈ ટિપિકલ ડેડની જેવા બને.  આમ તો આવુ પહેલીવાર નથી જ્યારે શાહરૂખ પોતાની મુત્રી માટે સ્ટ્રિક્ટ થયા છે. આ પહેલા પોપુલર શો કોફી વિથ કરન સીઝન 5 ના પ્રથમ ગેસ્ટ બનેલ શાહરૂખને જ્યારે કરને પૂછ્યુ કે જો કોઈ સુહાનાને કિસ કરશે તો શુ તમે તેનો જીવ લઈ લેશો. તેના જવાબમાં શાહરૂખે કહ્યુ કે હુ તેના હોઠ ઉખાડી લઈશ. 
 

ડાંસિગ અને સ્પોર્ટ્સ છે સુહાનાની પસંદ... 
મુંબઈના ધીરુભાઈ અંબાની ઈંટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરી રહેલ સુહાનાને ડાંસિગ અને સ્પોર્ટ્સ ખૂબ પસંદ છે. તે શાળાના અનેક સ્પોર્ટસ ઈવેંટમાં ભાગ લે છે. પણ શાહરૂખ ઈચ્છે છે કે તે સારી ડાંસર બનીને દુનિયામાં તેમનુ નામ રોશન કરે.  તેઓ પોતાની આ ઈચ્છાને એક ઈંટરવ્યુ દરમિયાન જાહેર કરી ચુક્યા છે. 
 
 

બાળપણથી જ સુહાનાને સેટ પર લઈ જતા હતા શાહરૂખ 

 
શાહરૂખ સુહાનાને બાળપણથી જ ફિલ્મોના સેટ પર લઈ જતા હતા. આમ તો પિતા સાથે મા ગૌરી પણ સુહાનાને ખૂબ પ્રેમ કરે છે. અનેક અવસર પર બંને મા-પુત્રી સાથે જોવા મળી છે. 
 
 

સ્ટેટ લેવલ તાઈક્વાંડો ચેમ્પિયનશિપ રમી ચુકી છે સુહાના.. 
આમ તો સુહાના સ્ટેટ લેવલ તાઈક્વાંડો ચેમ્પિયશીપમાં ભાગ લઈ ચુકી છે. આ ઉપરાંત સુહાના પોતાની શાળા ટીમમાં ફુટબોલ પણ રમે છે. 

સુહાનાથી ગભરાય છે શાહરૂખ.. 
શાહરૂખ ખાને અનેક અવસર પર સુહાનાને લઈને પોતાનુ અફેક્શન બતાવ્યુ છે. તેમણે એક ઈવેંટ દરમિયાન કહ્યુ હતુ કે તે પોતાની પુત્રીથી ખૂબ જ ગભરાય છે.  સુહાના ખૂબ સમજદાર છોકરી છે અને અવારનવાર મને ખોટા કામ કરવા બદલ ટોકી દે છે. 
 
 
 

ધીરુભાઈ અંબાની શાળામાંથી ભણી રહી છે સુહાના.. 
સુહાના મુંબઈના ધીરુભાઈ અંબાણી શાળામાં અભ્યાસ કરી રહી છે. આ ઉપરાંત તેણે ફુટબોલ ખૂબ પસંદ છે. શાહરૂખ સ્કૂલિંગ પછી સુહાનાને એક્ટિંગ શિખવાડવા માટે અમેરિકા મોકલવા માંગે છે.  તે ઈચ્છે છે કે સુહાના ઈંડિયા અને ઈંટરનેશનલ લેવલની એક્ટ્રેસ બને.