શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. ખ્રિસ્તી
  4. »
  5. ખ્રિસ્તી ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

ખ્રિસ્તીઓના ઈશ્વર ઈશુ ખ્રિસ્ત

W.D
એક જાણીતાં ખગોળક ક્રેટેશ્વરનો એક વિજ્ઞાની મિત્ર હતો,જે 'ઈશ્વર'ને માનતો નહોતો. એક દિવસે તે વિજ્ઞાની મિત્ર, ક્રેટેશ્વરના ઘરે તેની મેજ પર રાખેલાં સૌરમંડળના 'મોડલ'ને ચલાવતાં આશ્ચર્યચકિત થયો, જ્યારે તેણે જોયું કે તેના હેન્ડલને ફેરવવા માત્રથી જ ગ્રહો અને તેમજ બધાં નક્ષત્રો તેમના 'પથ' પર સૂર્યની પરિક્રમા કરી શકતાં હતાં.

'આ પણ ખરેખર એક 'નિપુણતા'નું કામ છે'- એમ વિચારતાં તેણે કહ્યું, 'આ કોણે બનાવ્યું છે?'

તેના ખગોળક મિત્રએ કહ્યું,' કોઇ વિશેષ માણસે નથી બનાવ્યું...!'

'પણ હું જાણવા માગુ છું, કે ખરેખર આ કોણે બનાવ્યું છે?'વિજ્ઞાનીએ કહ્યું.

તેને ફરીથી જવાબ મળ્યો, 'ખબર નથી! જ્યારે કે આ તેની રીતે જ બની ગયો છે...!'

વિજ્ઞાનીએ કહ્યું, 'હું કોઇ 'મજાક' નથી કરી રહ્યો, તો પછી મને બતાવો કે ખરેખર આ કોણે બનાવ્યું છે!'

તે પછી ખગોળકે કહ્યું, 'તમે કોઇ રીતે માનતા નથી કે આ પોતાની રીતે જ બન્યું હશે; છતાં સૂર્ય અને તેની ચારેય તરફ
'પરિક્રમા' કરતાં ગ્રહો, તારાઓ અને ચંદ્દ્રમા પણ તેમના 'રચયિતા'(બનાવનાર) વગર પોતાની જાતે જ બન્યાં છે !

એકંદરે, કોઇ પણ વસ્તુ પોતાની રીતે કે પછી કોઇ પણ 'માધ્યમ' વગર બનતી નથી! દાખલા તરીકે, કોઇ પણ 'પાક' માટે તેનો 'દાણો' મેળવવો પણ જરૂરી છે; અને તે જ રીતે, આ 'સૃષ્ટિ'ના રચયિતા વગર તેની કોઇ 'કલ્પના' કરવી પણ નકામી બને છે! આ પ્રમાણે, કોઇ પણ એક છોરથી આ વિશ્વની 'શરૂઆત' જરૂરથી થઇ હશે. એક એવી 'શક્તિ' કે પછી એક એવું 'માધ્યમ', કે જેમાં બધાંય ગુણ આવેલાં હોય... અને એટલે જ કહેવાય છે કે 'ઈશ્વર'ને કોઇએ પણ બનાવ્યું નથી; જ્યારે કે એ પહેલાંથી જ હતો, અને હંમેશા બનેલો રહેશે!

અમે 'ઇશ્વર' બાબતે કંઇ પણ નથી જાણૅતાં, છતાં પોતાના વિવેકથી આ વાત સમજાય છે કે 'ઈશ્વર એક છે!' જેણે બધાંય પદાર્થોને બનાવ્યું છે, જેની બધાંય ધર્મના ગ્રંથોમાં ચર્ચા થઇ છે, જ્યારે કોઇ પહાડીઓ કે આ પૃથ્વી પણ નહોતી અને કોઇ વિશ્વમાં નહોતું; છતાં પણ તે અનાદિ અને અનંત કાળથી રહ્યો છે...! (સ્ત્રોત 90.2)

જ્યારે કે એક 'મૂરખ' પછી પોતાના મનમાં કહે છે કે 'ઇશ્વર' નથી! (સ્ત્રોત 14.1) અને આગળ જુઓ, અમે જે પણ જાણીએ
અને સમજીએ એ છીએ, તેની સામે આ 'ઇશ્વર' પણ ઘણો મોટો હોય છે! (યોબ 36.26) અમે જાણીએ છીએ કે દાઉદના સ્ત્રોત ગ્રંથમાં આ કહેવાનો કોઇ 'અર્થ' નથી કે આખી ધરતી પર તારૂં નામ કેવું ભવ્ય છે; જ્યારે કે તે પોતાનું ગૌરવ સ્વર્ગથી પણ વધુ મહાન બનાવ્યું છે...(સ્ત્રોત 8.2)

ધર્મગ્રંથમાં કહેવાયું છે કે 'ઈશ્વર જ આત્મા છે'(યોહન 4.24). જે વસ્તુઓનું કોઇ અસ્તિત્વ છે, તે કોઇ પદાર્થ અથવા કોઇ આત્મિક છે. એક ભૌતિક પદાર્થ- કે જેણે જોઇ શકાય છે, કે પછી સૂંઘીને અથવા સાંભળવાથી ખબર જેની 'ખબર' પડે છે; જ્યારે કે એક 'આત્મિક' વસ્તુ વાસ્તવિક હોય છે- જેમકે સ્વર્ગદૂત આત્મિક જીવન હોય છે.

તમારા વિચાર અને તેમજ ઇચ્છા 'આત્મિક' હોય છે, છતાં કોઇ રીતે તેને 'જોવામાં' આવતા નથી! દાખલા તરીકે કોઇ પણ
તસ્વીર કે પછી કોઇ પણ 'સિનેમા'ની માફક આ વિચારોને 'જોવું' શક્ય નથી! તેમજ એક 'આત્મિક' શક્તિને આપણે કોઇ પણ રીતે જોઇ શકતાં નથી, જે એકંદરે તે 'ઇશ્વર'નું જ એક રૂપ હોય છે. આ રીતે, કોઇ પણ મનુષ્ય અમુક હદ સુધી 'ભૌતિક' એટલે કે શરીરની રીતે; અને અમુક હદ સુધી 'આત્મિક' એટલે કે ઇચ્છા અને વિચારોની મારફત હોય છે!

આ 'ઇશ્વર' બધે રહે છે અને તે રીતે, એવું કોઇ પણ 'સ્થળ' નથી કે જ્યાં તે રહી ન શકે! આપણે બધાંય તેની સામે દર વખતે રહીએ છીએ, અને તેનાથી 'અલગ' થવું આપણી માટે શક્ય બનતું નથી...!જો કોઇ પણ માનવ 'સ્વર્ગ'માં હોય કે પછી બીજી કોઇ જગ્યાએ- તેના 'દર્શન' તો અધોલોકમાં પણ થશે.( સ્ત્રોત 138:7-8)

W.D
તે રીતે, 'ઇશ્વર' સૌથી વધુ બળશાળી હોય છે, અને તે પોતાની રીતે બધુંય કરી શકે છે! તેણે જે કંઇ પણ બનાવ્યું છે, એ બધું જ તેની 'સર્વશક્તિ'ની ગાથા કહે છે... જ્યારે કે તેણે ફકત એક જ શબ્દ કહીને પૂરા વિશ્વને બનાવ્યું છે! તે રીતે, ધર્મગ્રંથના પહેલાં પાઠમાં આ વાત કહેવાયેલી છે કે તે 'ઇશ્વરે' કઇ રીતે આ સંસારને અને તેમાં રહેતી વસ્તુઓ સાથે પ્રાણીઓ અને બધાંય જીવોને બનાવ્યા હતા. તેના કહ્યાં પ્રમાણે જ પ્રકાશ, અંધકાર અથવા બીજી વસ્તુઓનું પણ 'અસ્તિત્વ' બન્યું હતું; જ્યારે કે પોતે આવા ઘણાં બધાં સંસારોની 'સૃષ્ટિ' કરી શકે છે!

તે અમારા આંતરિક વિચારો,વચનો અને કર્મોને પણ જાણે છે; જ્યારે કે તેણે બધું સામે જ દેખાઇ આવે છે! ઇબ્રાનિઓને લખતી વખતે સંત પૌલુસે જણાવ્યું છે કે 'જેની સામે અમારે પોતાનો 'હિસાબ' આપવાનો હોય છે, તે ખરી રીતે આ બાબતે બધી વાતો જાણે છે અને તેની સામે કોઇ પણ ચીજ 'બેપરદા' થઇને રહેતી નથી! જ્યારે કે અમે આ 'તથ્ય'ને પણ સ્વીકાર કરીએ છીએ કે તેનું 'અસ્તિત્વ' સદીઓ પહેલાં પણ હતું, આજે પણ છે અને આગળ પણ રહેશે...! તો પછી હવે એવું કોઇ પણ 'પક્ષ' રહેતો નથી, કે જેનાથી તે સાવ અલગ હોય શકે; જ્યારે એકંદરે, તેનો પણ કોઇ 'આરંભ' કે પછી કોઇ 'અંત' જ નથી!

આ 'ઇશ્વર' પોતાની રીતે એક પવિત્ર અને ન્યાયપ્રિય શક્તિ છે; જ્યારે કે ખ્રીસ્ત અમને તેની પવિત્રતાનું 'અનુસરણ' કરવા માટે કહે છે કે- 'સિદ્ધ બનો, અને પોતાના 'સ્વર્ગિક' પિતાની જેમ બનો!' (મત્તી 5:48) જ્યારે તે 'ઇશ્વર' પોતે બધી જ રીતે 'સિદ્ધ' છે, તો પછી તે 'ન્યાયપ્રિય' પણ છે...! અને તે બધાંય પ્રાણીઓને તેમના 'કર્મો'ના આધારે જ તેનું 'ફળ' પણ આપે છે, જે તેને અંતે ભોગવવું હોય છે. ( યોબ 34:11)

'ઇશ્વર' ખરી રીતે દયાળુ છે, હિતૈષી છે અને તે સહનશીલ સાથે ઉદાર પણ છે...! ( સ્ત્રોત 102.8)

'ઇશ્વરનું વિધાન' : આપણાં માટે ઇશ્વરની 'લાગણીશીલ સંભાળ' જ તેનું 'વિધાન' હોય છે. જો તે અમને બધાંયને એક પળ માટે પણ હટાવી દેશે તો ખરી રીતે, અમે બધાંય કોઇ પણ રીતે 'શારીરિક' કે પછી 'આત્મિક' રહેશું જ નહી! આપણાં આ 'જીવન'માં બધાંયને યાદ રહેવું જોઇએ કે તે અમને મુશ્કેલીઓ અને દુ:ખોમાં સાથે રહેતાં અમારી 'દેખરેખ' કરે છે.

ખ્રીસ્તે અમને કહ્યું છે કે 'ઇશ્વર' અમારી કોઇ રીતે 'દેખરેખ' કરતો નથી- એવી વાત નકામી છે! આ પછી ઈશુએ કહ્યું કે તે બે માણેકોની 'સેવા' કરી શકશે નહી; જ્યારે કે એકને છોડ્યાં પછી બીજાંથી 'મોહ' કરવો પણ એકંદરે તેનાથી પાછો 'તિરસ્કાર' પામવા જેવું જ હોય છે...! આથી આગળ જણાવતાં ઈશુ કહે છે કે 'ઇશ્વર' અને 'પૈસો' કોઇ પણ રીતે એક સાથે રહેતાં નથી, એટલે આ બહુ જરૂરી બને છે કે એક માણસે પોતાનું 'જીવન નિર્વાહ' કરવા માટે ચિંતા નહી કરવી જોઇએ કે તેને શું ખાવા, પીવા કે પછી પહેરવા માટે મળશે!

તે રીતે જોતાં, આકાશમાં ઉડતાં પંખીઓ કે પછી જમીન પર ફરતાં પશુઓ પણ કોઇ રીતે માનવની જેમ રહી શકતાં નથી છતાં તે 'ઇશ્વર' બધાંયને સમાન રાખે છે, તો શું એક 'માનવ' તેમની સામે મૂલ્યવાન નથી...?! કોઇ પણ કામ બાબતે કે પછી કોઇ પણ 'પક્ષ' માટે ફકત ચિંતા કરવાથી તેમાં કોઇ રીતે 'ફેર' પડી શકે છે? તો પછી આ માટે કહેવું કે વિચારવું યોગ્ય નથી!

આવતી કાલ માટે કોઇ 'ચિંતા' કરવી નહી, જ્યારે કે ઈશ્વર પોતે જ તેની ચિંતા કરશે. એક માનવ માટે પણ ફકત 'આજની ચિંતા જ બહુ છે!(મત્તી 6:25 -34)

'ઇશ્વર' પર દર વખતે ભરોસો રાખવો- જ્યારે અમે પવિત્ર ક્રિસ્ત બાબતે કહીએ છીએ, ત્યારે અમે દરેક 'દિવ્ય પુરૂષ'ને એક વિશેષ ગુણ(કામ) આપીએ છીએ. દાખલા તરીકે 'પિતા ઇશ્વર'ને અમે આ સૃષ્ટિના 'જનક'તરીકે, 'પુત્ર ઇશ્વર'ને અમે 'મુક્તિ આપનાર' તરીકે અને તેમજ 'પુણ્ય આત્મા'ને અમે 'પવિત્ર કરનાર' માનીએ છીએ. જો કે આ ત્રણેયનું 'અસ્તિત્વ' પોતાના કામો અને 'સિદ્ધતા' માટે જ બને છે; જ્યારે અમે આ બધી વાતોને એ રીતે માનીએ છીએ કે 'ઇશ્વરે' આ બધું અમારા પર જાહેર કર્યું છે અને કહ્યું છે કે હું પૃથ્વી પર માનવીઓ વચ્ચે આવું.(મત્તી 28:19)

તે સહાયક અને પવિત્ર આત્મા, જેણે મારા 'પિતા' મારા નામથી મોકલશે- એ બધાંયને શીખવાડશે અને જે પણ વાત કહેવામાં આવી છે, તેનું 'સ્મરણ' કરીને બતાવશે. (યોહન 14:26)

સંત પૌલુસ કુરિંથિઓને લખતી વખતે પોતાના પત્રનો 'અંત' આ રીતે કરે છે-'અમારા પુત્ર ઈશુ ખ્રિસ્તની કૃપા, 'ઇશ્વર' નો પ્રેમ અને પવિત્ર આત્માનો 'સાથ' બધાંની સાથે રહેશે. (2 કુરિ 3:18)

આ દર વખતે 'સ્મરણ' કરવા જેવું છે કે અમારામાંથી દરેકને 'ત્રિયેક પરમેશ્વરે' બનાવ્યું છે; અને તે બધાંયને પ્રેમ કરે છે. તે બધાંય માટે 'સ્વર્ગ'માં જવા માટેની પ્રાર્થના કરે છે!