શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: સોમવાર, 10 મે 2021 (17:03 IST)

બક્સરના ગંગા ઘાટ પર લાશોનો ખડકલો, વહીવટી તંત્રનો બેદરકારીભર્યો જવાબ, બોલ્યુ - આ અમારી નહી, UPની છે

બક્સર કોરોના સંકટ વચ્ચે બિહારના બક્સર (Baxur) જીલ્લામાં માણસાઈને શર્મશાર કરતી તસ્વીર સામે આવી છે. ચૌસાના મહાદેવા ઘાટ પર લાશોનો અંબાર લાગી ગયો છે. જીલ્લા તંત્રએ હાથ ખંખેરતા કહ્યુ કે આ ઉત્તરપ્રદેશની લાશો છે, એ અહી વહીને આવી ગઈ છે. કોરોનાકાળમાં બક્સર જીલ્લાના ચૌસાની પાસે આવેલ મહાદેવ ઘાટની તસ્વીરોએ એ સમયે વિચલિત કરી દીધા, જ્યારે લાશોનો અંબાર ગંગા સ્થિત ઘાટને ઢાંકી દીધો. જો  કે જેવી આ ઘટનાનો વીડિયો સામે આવ્યો કે જીલ્લા તંત્રના ચોંકી ગયુ. 
 
ચૌસાના બીડીઓ અશોક કુમારે જણાવ્યુ કે લગભગ 40 થી 45 લાશ હશે, જે જુદા જુદા સ્થળથી વહીને મહાદેવા ઘાટ પર આવી ગઈ છે. તેમણે જણાવ્યુ કે આ લાશો અમારી નથી. અમે લોકોએ એક ચોકીદાર રાખો છે. જેની નજર હેઠળ લોકો અંતિમ સંસ્કાર કરે છે. આવામાં આ મૃતદેહ ઉત્તરપ્રદેશથી વહીને આવી રહી છે.  અધિકારીએ કહ્યુ કે યુઈથી આવી રહેલ લાશોને રોકવાનો કોઈ ઉપાય નથી  આવામાં અમે આ લાશોનો યોગ્ય નિકાલ કરવામાં લાગ્યા છે.
 
આ મામલાના બીજા પહેલુ પર વિચાર કરી તો કોરોના બક્સર સહિત અનેક જીલ્લામાં ફેલાય ચુક્યો છે. પવની નિવાસી નરેન્દ્ર કુમાર મોર્ય જણાવે છે કે ચૌસા ઘાટની સ્થિતિ ખૂબ જ દયનીય છે. કૌરાના સંક્રમણને કારને અહી રોજ 100થી 200 લોકો આવે છે અને લાકડીની વ્યવસ્થા ન હોવાને કારને લાશોને ગંગામાં જ ફેંકી દે છે.  જેનાથી કોરોના સંકમણ ફેલાવવાનો ભય બની રહ્યો છે જ્યારે કે વહીવટીતંત્રી કોઈપણ મદદ નથી કરી રહ્યુ.