1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 10 મે 2021 (12:21 IST)

કોરોનાએ છીનવી લીધી ચેતન સકારિયાના પિતાની જીંદગી, IPL ની કમાણીથી ચાલી રહી હતી સારવાર

ભારતમાં કોરોના વાયરસ બોલીવુડ સેલેબ્સ અને રાજનેતાઓ ઉપરાંત રમતજગત પર પણ કહેર વરસાવી રહ્યુ છે. રવિવારે આઈપીએ 2021માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી ચુકેલા ઝડપી બોલર ચેતન સકારિયાના પિતાનુ કોવિડ 19 થી નિધન થયુ છે. આ વાતની માહિતી તેમની ફ્રેંચાઈજીએ આપી છે. તેમના પિતા હાલ જ કોરોના પોઝીટીવ જોવા મળ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 
 
રાજસ્થાન રોયલ્સે ટ્વીટ કર્યું હતું કે, 'આ સાંભળીન ખૂબ દુખ થયુ છે કે ચેતન સાકરીયાના પિતા કાનજીભાઇ સકારીયા કોવિડ -19 સામેની લડાઇમાં હારી ગયા છે  અમે ચેતન સાકરીયા સાથે સંપર્કમાં છીએ અને આ મુશ્કેલ સમયમાં તેમને અને તેમના પરિવારને તમામ શક્ય મદદ આપવાની કોશિશ કરીશું
 
આઈપીએલ 2021માં સકારિયા તે યુવા ક્રિકેટરોમાંથી એક છે  જેમણે તેની શાનદાર રમતના દમ પર દિગ્ગજોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું . આઈપીએલ 2021 માં, સાકરીયા તે યુવા ક્રિકેટરોમાં સામેલ હતો જેમણે તેની શાનદાર રમતના દમ પર દિગ્ગજ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું. ટૂર્નામેન્ટ સ્થગિત થાય તે પહેલાં ભલે તેમની ટીમ પોઇન્ટ ટેબલમાં ટોચની ટીમોમાં સામેલ ન થઈ શકી હોય, પરંતુ તેમણે પોતાની બોલિંગ અને શાનદાર ફિલ્ડિંગથી બધાને દિવાના બનાવ્યા. તેમણે આ સીઝનમાં 7 મેચોમાં 7 વિકેટ લીધી હતી, જેમાં એમએસ ધોની, સુરેશ રૈના, કેએલ રાહુલ જેવી મોટી વિકેટનો સમાવેશ થાય છે.
 
સકારીયાએ તાજેતરમાં કહ્યું હતું કે 'હું ભાગ્યશાળી છું કારણ કે રાજસ્થાન રોયલ્સએ થોડા દિવસો પહેલા જ મને મારા વેતનની ચુકવની કરી હતી. . મેં તરત જ પૈસા ઘરે મોકલી દીધા અને તે મારા પિતાને સૌથી વિશેષ સમયમાં મદદ મળી 'આઈપીએલ મોકૂફ રાખ્યા પછી, સકારીયા તેમના પિતાને જોવા માટે પીપીઈ કીટ પહેરીને હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમને ગયા અઠવાડિયે જ ખબર પડી હતી કે તેમના પિતા કોરોના સામે લડી રહ્યા હતા.