શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: સોમવાર, 20 એપ્રિલ 2020 (14:23 IST)

જનતા કર્ફ્યૂના દિવસે ડિનર પાર્ટી કરનારા 17 સામે ગુનો

જનતા કર્ફ્યૂની રાતે 8 વાગ્યે લા ગ્રેસિયા સોસાયટીના કેટલાક રહીશોએ સોસાયટીના જ કલબ હાઉસમાં ભોજન સમારોહ યોજયો હતો, જેમાં સ્ત્રી, પુરુષો, બાળકો તેમજ વૃદ્ધો હાજર રહ્યા હતા. પોલીસ કમિશનરના વોટ્સઅપ નંબર પર કોઈએ કલબ હાઉસમાં યોજાયેલા ભોજન સમારોહનો વીડિયો મોકલી દીધો હતો. જેથી તે વીડિયો કમિશનર કચેરી દ્વારા ઘાટલોડિયા પોલીસને મોકલવામાં આવ્યો હતો. જેના આધારે તમામની ધરપકડ કરવામાં આવી હતી. આ વિશે ઘાટલોડિયા પીઆઈ પુષ્પાબહેન ગામીતે જણાવ્યું હતું કે, ભોજન સમારોહમાં ઘણા બધાં બાળકો અને વૃદ્ધો દેખાયાં હતાં, પરંતુ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી નથી. જ્યારે વીડિયોમાં સ્પષ્ટ દેખાતા 17 સ્ત્રી - પુરુષ સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યાં હતાં.વીડિયો મોકલનારનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે.