રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 21 એપ્રિલ 2020 (16:45 IST)

શહેરની એલજી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાવવા સત્તાધીશો તૈયાર નથી

શહેરની એલજી હોસ્પિટલના ડોકટરો અને પેરામેડીકલ સ્ટાફ કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગયો છે. આજે પણ એલજી હોસ્પિટલમાં ફરજ બજાવતા બે ડોકટરોનો ટેસ્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ફ્રન્ટલાઈન વોરિયર્સમાં કોરોના ફેલાતા તેઓમાં ફફડાટ છે. આજે 300 જેટલા નર્સિંગ સ્ટાફના લોકોએ એલજી હોસ્પિટલના સત્તાધીશો સમક્ષ પોતાનો કોરોના ટેસ્ટ કરાવવા માટે રજુઆત કરી હતી. પરંતુ સત્તાધીશો દ્વારા તેઓને સાંભળવામાં આવ્યા ન હતા. નર્સિંગ સ્ટાફ દ્વારા એક વીડિયો મારફતે જણાવવામાં આવ્યું છે કે એલજી હોસ્પિટલમાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફને કોરોના થયો છે અને હોસ્પિટલમાં તેઓ દાખલ છે. છેલ્લા એક મહિનાથી કોરોના સામે અમે લડી રહ્યા છીએ. અમારે પણ કોરોના ટેસ્ટ કરાવવો છે જે માટે સત્તાધીશો સમક્ષ જાણ કરી છતાં તેઓ સાંભળતા નથી.