શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 22 એપ્રિલ 2020 (12:30 IST)

Covid-19: અમદાવાદમાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક, , ગુજરાત બીજા ક્રમે

અમદાવાદ કોરોના વાયરસનું હોટસ્પોટ બની રહ્યું છે. બુધવારે ગુજરાતમાં 94 નવા કેસ સામે આવ્યા, જેમાં એકલા અમદાવાદમાંથી 61 કેસ હતા, જ્યારે મંગળવારે સવારે ગુજરાતમાંથી 239 નવા કેસ નોંધાયા હતા જેમાં 125 અમદાવાદના હતા, રાજ્યમાં 2272 લોકો સંક્રમિત છે. તો રાજ્યમાં આ મહામારીથી અત્યાર સુધી કુલ 95 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે ગુજરાત દેશમાં કોરોનાના કેસ અને મૃત્યુ મામલે બીજા સ્થાને પહોંચી ગયું છે. 
 
જો આપણે દેશની વાત કરી તો બુધવારે 1 હજાર જેટલા નવા કેસ સામે આવ્યા અને સંક્રમિતોનો આંકડો 19 હજારને પહોંચી ગયો. જ્યારે 37 લોકોના મોત થયા છે અને જ્યારે અઢી હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે. તો બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર દેશમાં હજુ આ મહામારીથી 640 લોકોના મોત થયા છે અને 19984 લોકો સંક્રમિત થયા છે.  
 
 
કોરોના વાયરસને લઇને રાજ્ય સરકારો અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડામાં અંતર છે. અધિકારીઓનું કહેવું છે કે રાજ્યોના આંકડા મળવામાં મોડું થાય છે અને આંકડાને સંકલિત કરવામાં પણ સમય લાગે છે, એટલા માટે આંકડામાં અંતર આવે છે. આ ઉપરાંત વિભિન્ન એજન્સીઓ રાજ્યો પાસેથી સીધા આંકડા પ્રાપ્ત કરી જાહેર કરતી રહે છે. 
 
 
ગુજરાતમાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 2272 કેસ નોંધાયા છે. તેમાંથી 144 લોકો સ્વસ્થ થતાં તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. તો રાજ્યમાં કુલ 95 લોકોના મોત પણ થયા છે. આમ જોઈએ તો ગુજરાતમાં મૃત્યુઆંક વધારે છે. હાલ ગુજરાતમાં 2020 એક્ટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. જેમાં 13 લોકો વેન્ટિલેટર પર છે. અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની ચુક્યું છે. અહીં અત્યાર સુધી 1434 કેસ નોંધાવાની સાથે કુલ 57 લોકોના મૃત્યુ થયા છે. 
 
ગુજરાતમાંથી અત્યાર સુધી 2272 કેસ નોધાયા છે, જેમાં અમદાવાદમાં 1434 કેસ નોંધાયા છે જ્યારે 57 લોકોના મોત નિપજ્યા છે. તો બીજી તરફ સુરતમાં 364 જેમાંથી 11 લોકોના મોત નિપજ્યા છે અને વડોદરામાં 207 કેસ નોધાયા છે જેમાંથી 8 લોકોના મોત નિપજ્યા છે.  
 
 
અમદાવાદમાં સૌથી વધુ હોટસ્પોટ વિસ્તારો
ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં 14 વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઘાટલોડિયા, દરિયાપુર, ચાંદખેડા, જમાલપુર, જુહાપુરા, શાહીબાગ, બહેરામપુરા, મણિનગર, રાયપુર દરવાજા, હાથીજણ, વસ્ત્રાલ, નારણપુરા, દાણીલીમડાનો સમાવેશ થાય છે. ત્યારબાદ સુરતમાં સાત હોટસ્પોટ વિસ્તારો છે.  લંબે હનુમાન રોડ, ઉધના, સલાબતપુરા, પાંડેસરા, કતારગામ, લાલગેટ, લિંબાયત સુરતના હોટસ્પોટ વિસ્તાર છે. તો રાજકોટમાં જંગલેશ્વર અને વડોદરામાં નાગરવાડા હોટસ્પોટ વિસ્તાર છે.