બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: સોમવાર, 8 જૂન 2020 (10:37 IST)

અનલૉક ગુજરાત : આજથી મૉલ, રેસ્ટોરરંટ અને ધાર્મિકસ્થળો ખૂલશે, જતા પહેલા જરૂર જાણી લો નિયમો

અનલૉક-1 અંતર્ગત ભારતમાં સોમવારથી એટલે કે આજથી મૉલ, રેસ્ટોરાં અને ધાર્મિકસ્થળો ફરીથી ખૂલી જશે. આ રાહત એવા સમયે આપવામાં આવી છે, જ્યારે એક દિવસ પહેલાં જ રવિવારે કોરોના વાઇરસના સંક્રમણના રૅકર્ડ 9,971 નવા મામલા નોંધાયા છે અને આ સાથે જ ચેપગ્રસ્ત મામલાઓમાં ભારત ઇટાલી અને સ્પેન જેવા દેશો કરતાં આગળ નીકળીને પાંચમા નંબરે પહોંચી ગયું છે.
 
જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર મહામારીના લીધે પછડાટ ખાધેલા અર્થતંત્રમાં ફરીથી પ્રાણ ફૂંકવા માટે ઉત્સુક છે અને આ માટે તે ઇચ્છે છે કે લાખો લોકો ફરથી કામ પર જોતરાય.
 
આ જ કારણ છે કે 8 જૂનથી મૉલ, રેસ્ટોરાં ખોલવામાં આવી રહ્યાં છે. જોકે, આ જગ્યાઓને ખોલતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે દિશા-નિર્દેશ જાહેર કરીને કન્ટેનમૅન્ટ ઝોડને છોડીને બાકીના તમામ વિસ્તારોમાં હોટલ, શૉપિંગ મૉલ, રેસ્ટોરાં અને ધાર્મિકસ્થળોને સોમવારે 8 જૂને ખોલવાની મંજૂરી આપી દીધી હતી.
 
કેવા છે નિમય?
 
- સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર આવી જગ્યાઓ પર છ ફૂટનું અંતર, ચહેરા પર માસ્ક, સૅનેટાઇઝેશન અને થર્મલ સ્ક્રિનિંગ ફરજિયાત કરવામાં આવ્યાં છે.
- આ સાથે જ હોટલ અને રેસ્ટોરાંના માલિકોએ મુલાકાતીઓની સંપૂર્ણ જાણકારી રાખવી પડશે. ઉદાહરણ તરીકે ઓળખપત્ર, મોબાઇલ નંબર, વિદેશપ્રવાસ અને અન્ય બીમારીની જાણકારી.
- આ ઉપરાંત હોટલ, રેસ્ટોરા તેમજ શૉપિંગ મૉલમાં 24થી 30 ડિગ્રી સુધી એસી ચલાવવાની મંજૂરી હશે. શક્ય એટલી હવાને તાજી રાખવી પડશે.
- એ વાત પણ ધ્યાનમાં રાખવી પડશે કે આ જગ્યાઓ પર માત્ર લક્ષણ વગરની વ્યક્તિઓને જ પરવાનગી અપાશે. સાથે જ જાહેર જગ્યાએ કોઈ થૂંકી નહીં શકે.
- આ ઉપરાંત ધાર્મિકસ્થળો અને મૉલમાં 65 વર્ષથી ઉપરની વ્યક્તિ, 10 વર્ષથી ઓછી ઉંમર ધરાવતાં બાળકો, ગર્ભવતી મહિલાઓ અને બીમાર વ્યક્તિઓને ન જવાની અથવા નહીં લઈ જવાની સલાહ આપવામાં આવી છે.
- અહીં આવનારા તમામે સૅનેટાઇઝર કે સાબુથી હાથ સાફ કરવા પડશે.
 
મૉલ અને રેસ્ટોરાં
 
- મૉલમાં પ્રવેશનારને પોતાના મોબાઇલમાં 'આરોગ્ય સેતુ' ઍપ ડાઉનલૉડ કરવાની સલાહ આપવામાં આવી છે.
- ફૂડસ્ટૉલમાં કુલ ક્ષમતાના 50 ટકા લોકોને જ બેસવાની પરવાનગી અપાઈ છે.
- ગ્રાહકન ગયા બાદ ટેબલને સૅનેટાઇઝ કરવું પડશે.
- ડિસ્પઑઝેબલ મેનૂ રાખવાની સલાહ અપાઈ છે.
- એસીમાંથી 70 ટકા તાજી હવા આવે એ જરૂરી છે.
- મૉલમાં ગૅમિંગ ઝોન હાલમાં બંધ રાખવામાં આવશે. મૉલ અને રેસ્ટોરાં
- સાફસફાઈમાં ખાસ ધ્યાન
- હોટલ અને રેસ્ટોરાંમાં સાફસફાઈને લઈને સતર્ક રહેવું પડશે.
- ડૉર નૉબ, ઍલિવેટર બટન, હૅન્ડ રેલ, બેન્ચ અને વૉશરૂમ ફિક્સ્ચર જેવી વારંવાર સ્પર્શ થાય એવી જગ્યાઓને સતત સાફ કરતા રહેવું પડશે અને - ડિસઇન્ફેક્ટન્ટ છાંટવું પડશે.
- ટૉઇલેટને પણ થોડીથોડી વારે સારી રીતે સાફ કરવું પડશે.
- રિસેપ્શન પર હૅન્ડ સૅનેટાઇઝર રાખવું ફરજિયાત
- ડિજિટલ પૅમેન્ટને પ્રોત્સાહન આપવું પડશે.
- હોટલોમાં ખાવા માટે રૂમ-સર્વિસને પ્રાથમિકતા આપવામાં આવશે.
- રેસ્ટોરામાં થર્મલ સ્ક્રિનિંગ ફરજિયાત
- ધાર્મિકસ્થળોના પ્રવેશદ્વારને નિયમિત રીતે સૅનેટાઇઝ કરવા પડશે.
- ધાર્મિકસ્થળો પર આવનારા લોકોએ પોતાના જોડાં-ચંપલ ગાડીમાં જ છોડવાં પડશે. જેમની પાસ ગાડી નથી તેમણે આને રાખવાની વ્યવસ્થા જાતે જ કરવી પડશે.
- મંદિરોમાં પ્રસાદ નહીં મળે.
- ધાર્મિકસ્થળો પર પ્રવેશ અને નિકાસ માટે અલગઅલગ વ્યવસ્થા કરવા સૂચન
- મૂર્તિઓ અને પવિત્ર ગ્રંથોને અડવાની પરવાનગી નહીં હોય. આ ઉપરાંત સામૂહિક અનુષ્ઠાન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ધાર્મિકસ્થળ
સ્મારક પણ ખૂલશે
- મિનિસ્ટ્રી ઑફ કલ્ચર અને મિનિસ્ટ્રી ઑફ ટૂરિઝમના મંત્રી પ્રહ્લાદ પટેલે જાણકારી આપી છે કે આઠ જૂન એટલે કે સોમવારથી એએસઆઈ સ્મારકો પણ ખોલશે.
 
શું તમામ રાજ્યોમાં ખૂલશે?
જ્યારે અનલૉક-1ની જાહેરાત થઈ ત્યારે કેટલાંક રાજ્યોએ એ જાહેર નહોતું કર્યું કે ત્યાં મૉલ ખૂલશે કે કેમ?