શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 8 એપ્રિલ 2019 (16:49 IST)

ICC World Cup 2019: વર્લ્ડ કપ માટે આ તારીખે થશે ટીમ ઈંડિયાની જાહેરાત

આઈસીસી વિશ્વ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમ  (India National Cricket Team) ની પસંદગી 15 એપ્રિલના રોજ થશે.  આ દરમિયાન ભારતીય સિલેક્શન કમિટીની નજર ઈંડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)ના વર્તમન સીઝનમાં ખેલાડીઓના પ્રદર્શન પર પણ થશે.  ભારતે વિશ્વ કપમાં પોતાની પ્રથમ મેચ 5 જૂનના રોજ દક્ષિણ આફ્રિકા સાથે રમવાની છે. 
 
ભારતીય સિલેક્શન કમિટી માટે સૌથી મોટો માથાનો દુખાવો હશે કે બૈટિંગ ઓર્ડરમાં નંબર 4 પર બેટિંગ માટે કોઈ ટીમને પસંદ કરવામાં આવે. આ ઉપરાંત ટીમ સાથે કેટલા સ્પિનર અને ઓલરાઉંડર જશે. તેના પર પણ માથાપચ્ચી થઈ શકે છે.  ટીમ ઈંડિયાના ઉપ-કપ્તાન રોહિત શર્મા પહેલા જ કહી ચુક્યા છે કે ટીમનુ સિલેક્શન ઈગ્લેંડની કંડીશન્સ ને જોતા કરવામાં આવશે.  આ ઉપરાંત ટીમ પસંદ કરવાને લઈને કપ્તાન વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીના વિચાર પણ મહત્વના રહેશે. 
 
રોહિતે કહ્યુ હતુ, 'અમે ટીમને લઈને ખૂબ સેટલ છે. બસ કેટલાક સ્થાન છે જેને લઈને હાલ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઈગ્લેંડની કંડીશનને જોતા ટીમ પસંદ કરવામાં આવશે.  લાસ્ટ ટાઈમ જ્યારે આપણે ઈગ્લેંડમાં હતા તો કંડીશન ખૂબ ડ્રાઈ હતી. હાલ ત્યા કેવી કંડીશન હશે તેના વિશે કશુ કહી શકાતુ નથી. ભારતીય ક્રિકેટરો ઉપરાંત દુનિયાના તમામ ક્રિકેટર હાલ આઈપીએલમાં વ્યસ્ત ચ હે. હવે જોવાનુ એ હશે કે આઈપીએલના પ્રદર્શનને ધ્યાનમાં રાખતા શુ ભારતીય ટીમમાં કેટલાક ચોંકાવનારા નામ સામેલ કરવામાં આવશે કે નહી ?