બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 18 જુલાઈ 2019 (18:19 IST)

ઈગ્લેંડથી પરત ફર્યા વિરાટ, પત્ની અનુષ્કા સાથે ગુમસુમ જોવા મળ્યા

વર્લ્ડકપ 2019 ખતમ થયા પછી ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત પરત આવ્યા છે. એયરપોર્ટ પરથી નીકળતા તેમના અનેક ફોટો અને વીડિયો સામે આવ્યા. જો કે આ દરમિયાન તેઓ ખૂબ ગુમસૂમ અને શાંત દેખાય રહ્યા હતા. બંને ન તો એકબીજા સાથે બોલી રહ્યા હતા કે ન તો બંનેયે મીડિયા ફોટોગ્રાફર્સને સામે કશુ પણ રિએક્શન આપ્યુ. 
 
ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઈંડિઝના પ્રવાસ માટે ટીમની પસંદગીમાં સૌની નજર વિરાટ કોહલી પર લાગેલી રહેશે.  જેમને લાંબા સમયથી આરામ આપવાની ચર્ચા ચાલી રહી છે. એવુ કહેવાય રહ્યુ છે કે વિરાટ આ પ્રવાસમાં આરામ લઈ શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ આવતા મહિને વેસ્ટઈંડિઝના પ્રવાસ પર જશે. જેની શરૂઆત ત્રણ ઓગસ્ટથી થવાની છે. આ શ્રેણીમાં ટીમને ટ્વેટી20, વનડે અને બે ટેસ્ટ મેચ રમવાના છે. 
 
તો બીજી  બાજુ અનુષ્કાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે લાસ્ટ ફિલ્મ જીરો માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અનુષ્કા સાથે શહરૂખ ખાન અને કેટરીના કૈફ હતા.