સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (13:00 IST)

Asia Cup 2018: બેગમ સાનિયા મિર્જાના કહેવાથી શોએબ મલિકે બનાવ્યો આવો Video

પાકિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર શોએબ મલિકે એશિયા કપ શરૂ થવાના ઠીક પહેલા પોતાનુ લુક બદલી લીધુ છે. શોએબે પોતાની બેગમ અને ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્જાના કહેવાથી આવુ કર્યુ છે.  શોએબે સોશિયલ મીડિયા પર ક્યૂટ મેસેજ સાથે પોતાના બદલાયેલા લુકનો વીડિયો શેયર કર્યો છે.  પાકિસ્તાનને એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ 16 સપ્ટેમ્બરના રોજ હોંગકોંગ વિરુદ્ધ રમવાની છે. 
શોએબ મલિકે પોતાનો વીડિયો શેયર કરતા લખ્યુ, બેગમ જો બોલે વો રાઈટ  ! આ લુક સાનિયા મિર્જા પોતાને માટે અને આ વીડિયોના અંતમા તમારે માટે એક નાનકડુ સરપ્રાઈઝ. ઉલ્લેખનીય છે કે એશિયા કપમાં શોએબ ઉપરાંત પાકિસ્તાનના બે વધુ ક્રિકેટર બદલાયેલા લુકમાં જોવા મળશે.  ઝડપી બોલર હસન અલીએ વાળ વધાર્યા છે તો બીજી બાજુ સ્પિનર શાદાબ ખાને પણ પોતાનુ લુક બિલકુલ બદલી નાખ્યુ છે. 
 
એશિયા કપ શરૂ થતા પહેલા સાનિયાએ પણ શોએબ માટે એક ખાસ મેસેજ સોશિયલ મીડિયા પર શેયર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સાનિયા વર્તમન દિવસોમાં ટેનિસથી દૂર છે કારણ કે તે પ્રેગનેંટ છે.