ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (15:58 IST)

વાયરલ થઈ વિરાટ કોહલીની આ ટી-શર્ટ, લોકોએ અનુષ્કા શર્માને બતાવી LUCKY

ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માને લઈને ફેંસ વચ્ચે ખૂબ ક્રેજ રહે છે.  ભારતીય ક્રિકેટ ટીમ ઈગ્લેંડમાં ટેસ્ટ સીરિઝ ખત્મ થયા પછી લંડનથી ભારત માટે રવાના થઈ. આ દરમિયાન વિરાટ કોહલીએ જે ટી શર્ટ પહેરી રાખ્યુ હતુ, તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે  
ઉલ્લેખનીય છે કે વિરાટની આ સફેદ ટી-શર્ટ  પર રેડ કલરનુ હાર્ટ બનાવ્યુ છે અને તેની નીચે A લખ્યુ છે. આ પહેલા એકવાર અનુષ્કાને વિરાટના નામ અને જર્સી નંબરની ટી-શર્ટ પહેરેલ પણ જોવામાં આવ્યા છે. વિરાટની આ ટી શર્ટ જોયા પછી લોકો અનુષ્કા શર્માને લકી કહી રહ્યા છે. ભારતને ઈગ્લેંડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં 1-4થી હારનો સામનો કરવો પડ્યો. 
 
વિરાટ હાલ ક્રિકેટમાંથી બ્રેક લેશે અને તેઓ એશિયા કપમાં ભાગ નહી લે.  વિરાટ લાંબા સમયથી સતત ક્રિકેટ રમી રહ્યા છે અને ભારતીય ક્રિકેટ ટીમના આવનારા શેડ્યૂલને જોતા તેમને આરામ આપવામાં આવ્યો છે.