રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 4 માર્ચ 2022 (21:37 IST)

Shane Warne Passes Away: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનુ નિધન, 52 વર્ષની વયે થયુ નિધન

ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર ​​શેન વોર્નનું નિધન (Shane Warne Passes Away)થયું છે. તેઓ 52 વર્ષના હતા. ઓસ્ટ્રેલિયન ન્યૂઝ ચેનલ ફોક્સ સ્પોર્ટના રિપોર્ટ અનુસાર શેન વોર્ન થાઈલેન્ડમાં હતા અને ત્યાં તેમનું અચાનક શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. ફોક્સ સ્પોર્ટે શેન વોર્નની મેનેજમેન્ટ એજન્સીને ટાંકીને એક નિવેદનમાં જણાવ્યું હતું કે વોર્ન થાઈલેન્ડના એક વિલામાં હતો જ્યાં તે શનિવારે સવારે (ઓસ્ટ્રેલિયન સમય મુજબ) બેભાન હાલતમાં મળી આવ્યો હતો, પરંતુ મેડિકલ ટીમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તે હોશમાં આવી શક્યો ન હતો. લાવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના એક જ દિવસમાં બે દિગ્ગજ ખેલાડીઓના મોતથી સમગ્ર ક્રિકેટ ટીમ (Australian Cricket Team) આઘાતમાં છે. નિવેદન અનુસાર, શેન વોર્ન થાઈલેન્ડના કોહ સમુઈ ટાપુમાં હતા અને ત્યાં તેના વિલામાં રહેતા હતા. શેન વોર્નના પરિવારે ગોપનીયતાનું સન્માન કરવાની અપીલ કરી છે અને કહ્યું છે કે બાકીની માહિતી યોગ્ય સમયે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
 
52 વર્ષના શેનવોર્નનું મૃત્યુ પ્રાથમિક રીતે હ્યદય રોગના હુમલાથી થયું હોવાનું સામે આવી રહ્યુ છે. વિશ્વમાં પોતાના લેગ સ્પીનથી નામના બનાવનારો શેનવોર્ન ખૂબ જ લોકપ્રિયતા ધરાવતો હતો. શેન વોર્ન રાજસ્થાન રોયલ્સની પહેલી ટીમનો કેરપ્ટન હતો અને આઈપીએલમાં પહેલીજવારમાં ટીમને ટાઇટલ જીતા઼ડી ચુક્યો હતો.
 
ભારત સામે ડેબ્યુ, શાનદાર કેરિયર
 
શેન વોર્ને 1992માં ભારત વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને પ્રથમ ટેસ્ટમાં માત્ર 2 વિકેટ લીધી હતી. પરંતુ તે પછી તેને રોકવો મુશ્કેલ બની ગયો અને દરેક બેટ્સમેન તેની સ્પિનના ઇશારે નાચતા રહ્યા. તેની લગભગ 16 વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં વોર્ન સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં સામેલ હતો. તેમણે પોતાના 145 ટેસ્ટ કેરિયરમા 708 વિકેટો લીધી હતી અને તે માત્ર શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મુથૈયા મુરલીધરન (800 વિકેટ) બાદ બીજા સૌથી સફળ બોલર હતા. તેણે 194 વનડેમાં 293 વિકેટ પણ લીધી હતી. 1999ના વર્લ્ડ કપ ફાઇનલમાં તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો અને ટીમને ખિતાબ અપાવ્યો હતો.

એક જ દિવસમાં બે દિગ્ગજોના મોત 
 
શુક્રવાર 4 માર્ચ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે સારો દિવસ નહોતો. ઓસ્ટ્રેલિયાએ એક જ દિવસમાં પોતાના બે મહાન દિગ્ગજો ગુમાવ્યા. શુક્રવારે સવારે ભૂતપૂર્વ વિકેટકીપર રોડની માર્શે દુનિયાને અલવિદા કહી દીધું. તેમનું મૃત્યુ પણ હાર્ટ એટેકના કારણે થયું હતું. ખુદ શેન વોર્ને પણ સવારે જ માર્શના નિધન પર ટ્વિટ કરીને પોતાનું દુઃખ અને દુખ વ્યક્ત કર્યું હતું.