રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2021 (12:43 IST)

Cricket - બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ સૌથી પહેલા કોરોના વેક્સીન લેનારી ટીમ બની

બાગ્લાદેશ ક્રિકેટ ટીમ(Bangladesh Cricket Team)ને આવતા અઠવાડિયે ન્યુઝીલેંડના પ્રવાસ પર જવાનુ છે. આ પહેલા ગુરૂવારે તમીમ ઈકબાલ સહિત અનેક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને કોરોના વેક્સીન(Corona Vaccine) આપવામાં  આવી. બાગ્લાદેશ વૈક્સીન લેનારી પહેલી ટીમ બની ગઈ છે. સૌથી પહેલા ઓપનર બેટ્સમેન સૌમ્ય સરકારને ટીકો લગાવવામાં આવ્યો. ત્યારબાદ તમીમ ઈકબાલ(Tamim Iqbal),મેંહદી હસન(Mehidy Hasan),મોહમ્મદ નઈમ (Mohammad Naim) અને તસ્કીન અહમદ (Taskin Ahmed)ને રસી અપાઈ. 
 
આ પછી કોચ સહિતના સપોર્ટ સ્ટાફને રસી આપવામાં આવી.  આ લોકોમાંના મોટા ભાગના વિદેશી હતા અને તેમની પાસે નેશનલ  આઈ કાર્ડ નહોતુ.  તેથી બોર્ડ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડિરેક્ટર જલાલ યુનુસને પણ રસી અ આપવામાં આવી હતી. પ્રવાસ પર જતા અન્ય ઘણા ખેલાડીઓને શનિવારે રસી આપવામાં આવશે. રસી લગાવ્યા પછી તમીમે કહ્યુ કે આ વેક્સીન બધા માટે જરૂરી છે. તેનાથી ભયને દૂર કરી શકાશે.  આ મહિને બાંગ્લાદેશ સરકારે ટીકાકરણ કાર્યક્રમ શરૂ કર્યો ક હ્હે.  અત્યાર સુધી 10 લાખથી વધુ લોકોને વેક્સીન આપવામાં આવી છે. 
 
પ્રવાસ પર ટીમ ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચ રમશે 
 
આ પ્રવાસ પર બાંગ્લાદેશની ટીમે ત્રણ વનડે અને ત્રણ ટી -20 મેચ રમવાની છે. 20, 23 અને 26 માર્ચે વનડે મેચ રમાશે. સાથે જ  ટી 20 મેચ 28 માર્ચ, 30 માર્ચ અને 1 એપ્રિલના રોજ યોજાશે. આ ટીમ 24 ફેબ્રુઆરીએ પ્રવાસ માટે રવાના થશે. ટીમનો સિનિયર ખેલાડી શાકિબ અલ હસન પ્રવાસ પર નહીં જાય તે આ દરમિયાન પેટરનિટી લીવ પર રહેશે. ન્યૂઝીલેન્ડમાં બાંગ્લાદેશ ટીમનું પ્રદર્શન સારું રહ્યું નથી. બાંગ્લાદેશ ન્યૂઝીલેન્ડમાં એક પણ વન ડે જીતી શક્યું નથી. ટીમે 13 મેચ રમી છે અને તમામ હારી ગઈ છે. ટી 20 ની વાત કરીએ તો અહીં પણ ટીમનો હાથ ખાલી છે. તે ચારેય મેચોમાં હાર્યુ છે. આ સ્થિતિમાં, આ વખતે ટીમ બંને ફોર્મેટમાં ઓછામાં ઓછી એક મેચ જીતીને ઇતિહાસ બદલવા માંગશે.