શનિવાર, 28 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 28 સપ્ટેમ્બર 2024 (12:50 IST)

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

Musheer Khan
Musheer Khan Accident: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાનનો નાનો ભાઈ મુશીર ખાન ઈરાની કપ પહેલા એક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્ગ અકસ્માતમાં ઘાયલ મુશીરને ફ્રેક્ચર થયું છે. આ અકસ્માત થયો ત્યારે મુશીર તેના પિતા સાથે કાનપુરથી લખનૌ જઈ રહ્યો હતો. 
 
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં જણાવવામાં આવ્યું હતું કે મુશીરને કેટલી ઈજા થઈ છે તે હજુ જાણી શકાયું નથી.
 
ઈરાની કપની મેચ 1લીથી 5મી ઓક્ટોબર દરમિયાન લખનૌના એકાના સ્ટેડિયમમાં મુંબઈ અને બાકીના ભારત વચ્ચે રમાવાની છે. આ મેચ પહેલા મુશીરનો અકસ્માત મુંબઈ માટે મોટો ઝટકો છે. એટલું જ નહીં, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુશીર 11 ઓક્ટોબરથી શરૂ થનારી રણજી ટ્રોફીની શરૂઆતની મેચો પણ ચૂકી શકે છે.  
 
એક અહેવાલમાં મુજબ "તે ઈરાની કપ માટે મુંબઈની ટીમ સાથે લખનૌ ગયો ન હતો. અકસ્માત થયો ત્યારે તે તેમના પિતા સાથે આઝમગઢથી લખનૌ જવા માટે કદાચ  મુસાફરી કરી રહ્યો હતો."
 
દિલિપ ટ્રોફીમાં મચાવી ધમાલ 
 
મુશીર ખાન તાજેતરમાં રમાયેલી દુલીપ ટ્રોફીમાં અજાયબી કરતો જોવા મળ્યો હતો. તે ટુર્નામેન્ટમાં ઈન્ડિયા B તરફથી રમ્યો હતો. મુશીરે તેની પ્રથમ મેચની પ્રથમ ઈનિંગમાં 181 રન બનાવ્યા હતા, જે બાદ તેને ભારતીય ટીમમાં લાવવાની માંગ તેજ થઈ ગઈ હતી. જોકે, પછીની ચાર ઇનિંગ્સમાં મુશીર ખાતું ખોલાવ્યા વિના બે વખત આઉટ થયો હતો. આ સિવાય એકવાર તેણે 5 રન બનાવ્યા અને એક વખત તેણે માત્ર 01 રન બનાવ્યા. 
 
અત્યાર સુધીનુ કરિયર  
મુશીરે પોતાના કરિયરમાં  કારકિર્દીમાં અત્યાર સુધી 9 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. આ મેચોની 15 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 51.14ની એવરેજથી 716 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 3 સદી અને 1 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો ઉચ્ચ સ્કોર 203* રન હતો.