બીસીસીઆઈએ ખેલાડીઓની સેલેરી ડબલ કરી, જાડેજા અને પુજારા ધોની અને વિરાટ કોહલીની કેટેગરીમાં
ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં સુપર્બ પરફોર્મન્સ કરનાર જાડેજા અને પૂજારાને આઈસીસી રેન્કીંગમાં ફાયદો, બોલીંગમાં ટેસ્ટ રેન્કીંગમાં જાડેજા પ્રથમ અને અશ્વિન બીજા સ્થાને યથાવત અને ચેતેશ્વર બેટીંગમાં બીજા સ્થાને પહોંચી ગયો. બીસીસીઆઈએ ખેલાડીઓની સેલેરી ડબલ કરી દીધી છે.બીસીસીઆઈએ ભારતીય ખેલાડીઓનું એન્યુઅલ ગ્રેડ કોન્ટ્રાક્ટ જાહેર કરી દીધો છે. જેમાં રવિન્દ્ર જાડેજાએ સતત શાનદાર પ્રદર્શન કરીને પોતાની જગ્યાએ A ગ્રેડમાં બનાવી લીધી છે. રવિન્દ્ર જાડેજા અને પુજારા ધોની અને વિરાટ કોહલીની કેટેગરીમાં આવી ગયા છે.