સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 10 જાન્યુઆરી 2019 (15:42 IST)

CoA ની ભલામણ - હાર્દિક પડ્યા અને કેએલ રાહુલ પર લાગ્યો બે મેચનો બૈન

ટીમ ઈંડિયાના ક્રિકેટર હાર્દિક પડ્યા અને કેએલ રાહુલની મુશ્કેલી ઓછી થવાનુ નામ નથી લઈ રહ્યો. કોફી વિથ કરન ચૈટ શો માં બંનેને જે કમેંટ્સ કર્યા તેને લઈને બંને પર બે મેચનો બૈન પણ લાગી શકે છે. કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (સીઓએ)ના ચીફ વિનોદ રાયે આ મામલે બંને ક્રિકેટરો પર બે મેચનો બેન લગાવવાની ભલામણ કરી છે. બીજી બાજુ સીઓએની મેંબર ડાયન ઈડુલ્જીએ આ મામલે બીસીસીઆઈની લીગલ સેલ પાસે મોકલી દીધો છે. 
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાના ચૈટ શો કોફી વિથ કરણ માં મહિલાઓ પર કરવામાં આવેલ ટિપ્પણી માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કારણ બતાવો નોટિસનો જવાબ આપી દીધો હતો. હાર્દિક પંડ્યાએ બુધવારે બીસીસીઆઈને કારણ બતાવો નોટિસનો જવાબ આપતા કહ્યુ કે તે ટીવી શો પર મહિલાઓ વિરુદ્ધ કરવામાં આવેલ ટિપ્પણી માટે વિનમ્રતાપૂર્વક માફી માંગે છે. જેને સેક્સિસ્ટ અને સ્ત્રી વિરોધી કરાર આપવામાં આવ્યો. 
 
હાર્દિક પડ્યાએ BCCને આપ્યો જવાબ, જાણો હવે શુ કહ્યુ 
 
નોટિસનો જવાબ આપવામાટે તેમને 24 કલાકનો સમય આપ્યો હતો. હાર્દિક પંડ્યાએ કહ્યુ કે તેને અનુભવ ન થયો કે તેની ટિપ્પણી અસભ્ય મનાશે. તેણે કહ્યુ, 'મે એક ચૈટ શોમાં ભાગ લીધો જેમા મને નહોતી જાણ કે મારા નિવેદનો અપમાનજક ગણાશે અને તેનાથી દર્શકોની ભાવનાઓને ઠેસ પહોંચશે. જે માટે હુ વિનમ્રતાપૂર્વક માફી માંગુ છુ. 
 
25 વર્ષના આ ખેલાડી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રેણી માટે અહી છે. તેમણે કહ્યુ કે તે આવો વ્યવ્હાર ફરીથી નહી કરે.  તેણે કહ્યુ, વિશ્વાસ રાખો.. હુ બીસીસીઆઈનુ ખૂબ સન્માન કરુ છુ અને આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ફરી ન બને એ માટે પૂર્ણ વિવેકનો ઉપયોગ કરીશ.