સંબંધિત સમાચાર
- DC vs GT Highlights:ગુજરાત પ્લેઓફમાં પહોંચ્યું, દિલ્હીને 10 વિકેટથી હરાવ્યું; સાંઈ સુદર્શન-શુભમને મચાવી ધમાલ
- CSK vs PBKS: ફક્ત 11 બોલ રમીને પ્લેયર ઓફ ધ મેચ, પ્રિયાંશ આર્યએ IPL માં રચ્યો ઈતિહાસ, ફક્ત બીજીવાર થયુ આવુ
- IPL 2026 માં રમવા માટે નહી મળી NOC તો કોર્ટ પહોચ્યો આ ખેલાડી, RCB ના સ્કવોડનો છે ભાગ
- CSK vs RR Score: રાજસ્થાન રોયલ્સે જીત સાથે કરી ટુર્નામેન્ટની શરૂઆત, ચેન્નઈ સુપર કિંગ્સને ધોઈ નાખ્યું
- પાકિસ્તાનમાં કોઈના પર વિશ્વાસ નથી, રણવીર સિંહની 'Dhurandhar' ની પાકિસ્તાનમાં અસર જોઈને ગભરાયો શાહિદ આફ્રિદી
DC vs GT: ગુજરાત ટાઇટન્સની રોમાંચક જીત, દિલ્હી કેપિટલ્સ 1 રનથી હાર્યું, ડેવિડ મિલરની મહેનત ગઈ બેકાર
DC vs GT Live Score: IPL 2026 ની 14મી મેચ 8 એપ્રિલના રોજ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જ્યાં દિલ્હી કેપિટલ્સ માત્ર એક રનથી હારી ગયું હતું. ગુજરાત ટાઇટન્સે 211 રનના લક્ષ્યાંકનો શાનદાર બચાવ કર્યો હતો. દિલ્હીની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 209 રન જ બનાવી શકી હતી. ડેવિડ મિલરે 20 બોલમાં 41 રનની અણનમ ઇનિંગ રમી હતી. ગુજરાત તરફથી રાશિદ ખાને 3 વિકેટ અને પ્રખ્યાત કૃષ્ણાએ 2 વિકેટ લીધી હતી. આ સિઝનમાં ગુજરાતની આ પહેલી જીત છે. આ પહેલા ગિલની કેપ્ટનશીપ હેઠળ GTને છેલ્લી 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
અગાઉ દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી કેપ્ટન શુભમન ગિલ, જોસ બટલર અને વોશિંગ્ટન સુંદરે અડધી સદી ફટકારી હતી. ગિલે 45 બોલમાં 70 રનની ઇનિંગ રમી હતી. બટલરે 27 બોલમાં ઝડપી 52 રન બનાવ્યા હતા, જ્યારે વોશિંગ્ટન સુંદરે 32 બોલમાં 55 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી મુકેશ કુમારે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. લુંગી ન્ગીડી અને કુલદીપ યાદવને એક-એક સફળતા મળી હતી.
અંતિમ ઓવર બની રોમાચંક
#GTvsDC : जैसे लाइफ़ में हर क़दम जरूरी है। वैसे ही क्रिकेट में हर रन जरूरी है। जीत 1 रन से भी होता है। और छक्के से भी। ज्यादा लालच। बुरी बला। हीरो से बन गए ज़ीरो। #davidmiller #Delhicapitals #GujratTitanspic.twitter.com/yjvJycLuMw
— Sunil Maurya (@smaurya_journo) April 8, 2026
મેચની છેલ્લી ઓવરમાં દિલ્હીને જીતવા માટે 13 રનની જરૂર હતી અને મેદાન પર ભારે રોમાંચ હતો. પ્રસિદ્ધ ક્રિષ્નાની ઓવરના પ્રથમ બોલ પર જ વિપરાજ નિગમે ચોગ્ગો ફટકારીને દિલ્હીની આશા જીવંત કરી દીધી હતી, પરંતુ બીજા જ બોલ પર તે કેપ્ટન શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો હતો.
ઓવરના ચોથા બોલ પર ડેવિડ મિલરે શાનદાર છગ્ગો ફટકારીને સમીકરણને વધુ નજીક લાવી દીધું હતું. જોકે, પાંચમા બોલ પર મિલરે સિંગલ લેવાનો ઇનકાર કરી દીધો હતો, જેના કારણે મેચ ટાઈ કરાવવાની તક હાથમાંથી જતી રહી હતી. અંતિમ બોલ પર કુલદીપ યાદવ રનઆઉટ થયો અને દિલ્હીની ટીમ માત્ર એક રનથી મેચ હારી ગઈ. આ રોમાંચક જીત સાથે ગુજરાતે સીઝનમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે.
