શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2018 (13:27 IST)

જ્યારે ગુસ્સામાં કેપ્ટન કુલ ધોનીએ મનીષ પાંડેની આપી ગાળ...

સેંચુરિયનમાં રમાયેલ બીજી ટી 20 મેચમાં દક્ષિણ આફ્રિઆકે ભારતને 6 વિકેટથી હરાવીને સીરિઝને 1-1થી બરાબર કરી નાખી છે. પણ આ મેચ દરમિયાન ક્રિકેટ ફેંસને કંઈક એવુ જોવા મળ્યુ છે ક્યારેય મેદાન પર જોવા મળતુ નથી. આ મેચમાં ટીમ ઈંડિયાએ પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ અણનમ 52 રનની રમત રમી પણ આ દરમિયાન એક સમય એવો પણ આવ્યો જ્યારે મેદાન પર કૂલ-કૂલ રહેનારા ધોની પોતાનો કંટ્રોલ ગુમાવી બેસ્યા અને પોતાના સાથી મનીષ પાંડે પર ગુસ્સો ઉતાર્યો. 
આ કારણે આવ્યો ધોનીને ગુસ્સો... 
 
આ મેચમાં ધોની અને પાંડે એ મળીને ચોથી વિકેટ માટે 98 રનની ભાગીદારી કરી. જેને કારણે ભારતે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 188 રનનો સ્કોર ઉભો કર્યો. ભારતીય દાવની અંતિમ ઓવરમાં જ્યારે ધોની બેટિંગ કરી રહ્યા હતા ત્યારે પહેલી જ બોલ પછી ધોની પાંડે પર ગુસ્સો ઠાલવતા જોવા મળ્યા.  માહીએ જોયુ કે મનીષ પાંડેનુ ધ્યાન ક્યાક બીજે છે.  જેના પર ધોની ભડકી ઉઠ્યા. તેમણે પોતાના જ સ્થાન પરથી ગુસ્સામાં કહ્યુ .. ઓયે .. ##$%^&*!@ અહી લે.. ત્યા શુ જોઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્ટંપમાં લાગેલ માઈકે ધોનીની આ બધી વાતને રેકોર્ડ કરી લીધી.  ધોની ઈચ્છતા હતા કે મનીષ પાંડેનુ ધ્યાન ફિલ્ડરો પર રહે પણ તેમનુ ધ્યાન ભટકતુ જોઈએન તે ખૂબ ગુસ્સામાં આવી ગયા.