મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 ઑગસ્ટ 2022 (08:44 IST)

CWG વિમૅન્સ ક્રિકેટ મૅચમાં ભારતે પાકિસ્તાનને આઠ વિકેટથી હરાવ્યું

women cricket team
રવિવારે બર્મિંઘમમાં યોજાયેલ 52મી કૉમનવેલ્થ ગેમ્સમાંની ટી20 વિમૅન્સ મૅચમાં ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમની સ્પર્ધા યોજાઈ હતી
 
એજબેસ્ટનમાં યોજાયેલ ગ્રૂપ મેચમાં પ્રથમ બૅટિંગ કરનાર પાકિસ્તાનની ટીમને આઠ વિકેટથી હરાવી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સ્પર્ધામાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
 
નોંધનીય છે કે બંને ટીમનું પ્રોત્સાહન આપવા મોટી સંખ્યામાં દર્શકો મૅચ જોવા આવ્યા હતા.
 
પાકિસ્તાને પ્રથમ બૅટિંગ કરતાં 18 ઓવરમાં 99 રન બનાવ્યા હતા.
 
આ મૅચમાં સ્મૃતિ મંધાનાની આક્રમક અર્ધસદીની મદદ ભારતીય ટીમ આઠ વિકેટની મોટી જીત મેળવી શકી હતી.