રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 9 ઑક્ટોબર 2024 (23:08 IST)

IND W vs SL W: ભારતની સેમિફાઇનલની આશા જીવંત, શ્રીલંકાને 82 રને હરાવ્યું

India Women vs Sri Lanka Women: મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ દુબઈના મેદાન પર રમાઈ હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે 172 રન બનાવ્યા હતા જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 90 રન સુધી જ સિમિત રહી હતી અને મોટો સ્કોર બનાવી શકી નહોતી. ટીમ ઈન્ડિયા માટે હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાએ શાનદાર અડધી સદી ફટકારી હતી. આ ખેલાડીઓના કારણે જ ટીમ મોટો સ્કોર કરવામાં સફળ રહી છે. આ પછી અરુંધતિ રેડ્ડી અને શ્રેયંકા પાટીલે 3-3 વિકેટ લીધી હતી.  ટીમ ઈન્ડિયાએ અગાઉ પાકિસ્તાનને હરાવ્યું હતું અને ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં તેની બીજી મેચ જીતી હતી. આ સાથે ભારતીય ટીમની સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત છે.। 
 
- ભારતીય ટીમ મેચ જીતી હતી
ભારતીય મહિલા ટીમે શ્રીલંકાની ટીમને 82 રને હરાવ્યું છે. આ સાથે ભારતીય ટીમે સેમીફાઈનલમાં પોતાની આશા જીવંત રાખી છે. ટીમ ઈન્ડિયાના બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.