ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 2 એપ્રિલ 2022 (20:13 IST)

MI vs RR Match Highlights : જોસ બટલરની તોફાની સદીથી રાજસ્થાન રોયલ્સ જીત, મુંબઈની સતત બીજી હાર

IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 23થી હરાવ્યું. જોસ બટલરની તોફાની સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 194 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 170 રન જ બનાવી શકી હતી.
 
અગાઉ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે અનુભવી જોસ બટલરની સદીની ઇનિંગ્સના કારણે આઠ વિકેટે 193 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. મુંબઈ તરફથી બુમરાહ અને ટાઇમલ મિલ્સે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.  બુમરાહે ચાર ઓવરમાં માત્ર 17 રન આપીને ફરી એકવાર આર્થિક સાબિત થયો. મિલ્સે ચાર ઓવરમાં 35 રન આપ્યા. બટલરે 68 બોલની ઈનિંગમાં 11 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. તેને કેપ્ટન સંજુ સેમસન (30) અને શિમરોન હેટમાયર (35)નો સારો સાથ મળ્યો. બટલરે સેમસન સાથે ત્રીજી વિકેટ માટે 82 રન અને હેટમાયર સાથે ચોથી વિકેટ માટે 53 રનની ભાગીદારી નોંધાવી હતી.
 
સેમસને તેની 21 બોલની ઇનિંગમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યા હતા, જ્યારે હેટમાયરએ તેની 14 બોલની ઇનિંગમાં ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ટોસ હાર્યા બાદ બેટિંગ માટે આમંત્રણ મળતા બટલરે પ્રથમ બે ઓવરમાં જસપ્રિત બુમરાહ અને ડેનિયલ સેમ્સ સામે ચોગ્ગા અને છગ્ગા ફટકારીને તેના ઇરાદા સ્પષ્ટ કર્યા હતા. બુમરાહે ત્રીજી ઓવરમાં યશસ્વી જયસ્વાલ (01)ને ટિમ ડેવિડના હાથે કેચ આઉટ કરીને મુંબઈને પ્રથમ સફળતા અપાવી હતી, પરંતુ વિકેટની બટલરને અસર થઈ ન હતી અને તેણે ચોથી ઓવરમાં બેસિલ થમ્પી સામે ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઓવરમાં રાજસ્થાને 26 રન બનાવ્યા હતા.
 
પાવરપ્લેના છેલ્લા બોલ પર ટાઈમલ મિલ્સે દેવદત્ત પડિક્કલ (07)ને રોહિત શર્માના હાથે કેચ કરાવી રાજસ્થાનને બીજો ઝટકો આપ્યો હતો. ત્યારે ટીમનો સ્કોર બે વિકેટે 48 રન હતો.
 
ત્યારબાદકેપ્ટન સેમસને બટલરનો શાનદાર રીતે સાથ આપ્યો. બંનેએ સાવધાનીપૂર્વક રમતા મુંબઈના બોલરો સામે મોટા શોટ રમવાનું ચાલુ રાખ્યું હતું. સેમસને 10મી ઓવરમાં મિલ્સ સામે સિક્સર ફટકારીને પોતાનો હાથ ખોલીને ફટકાબાજી શરૂ કરી હતી