સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી , ગુરુવાર, 23 નવેમ્બર 2017 (15:57 IST)

EXCLUSIVE: યુવરાજ સિંહ લેશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ.. શુ છે કારણ ?

. 38 વર્ષના આશીષ નેહરા પછી બીસીસીઆઈ ટૂંક સમયમાં જ  36 વર્ષના થનારા ડૈશિંગ ક્રિકેટર યુવરાજ સિંહને પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય આપવા માંગે છે. જો કે યુવરાજ હજુ એ માટે તૈયાર નથી. યુવરાજ આ સમયે બેંગલુરૂમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં અભ્યાસ કરી રહ્યા છે અને તેમનો હેતુ યો-યો ટેસ્ટ પાસ કરીને ટીમ ઈંડિયામાં કમબેક કરવાનુ છે. 
 
સૂત્રો મુજબ બીસીસીઆઈની તરફથી યુવી સુધી સંદેશ પહોંચાડયો હતો કે શ્રીલંકા વિરુદ્ધ થનારી વનડે શ્રેણીમાં તેઓ પોતાની વિદાય મેચ રમી શકે છે.  કારણ કે બીજી મેચ તેમના ઘરેલુ મેદાન મોહાલીમાં થવાની છે.  જો કે આ બેટ્સમેનના નિકટના લોકોએ એ સ્પષ્ટ કહ્યુ કે યુવી સંન્યાસ ક્યારે લેશે  એ તેઓ પોતે નક્કી કરશે.. બીસીસીઆઈ આ કેવી રીતે નક્કી કરી શકે છે. યુવી ચાર અઠવાડિયાથી એનસીએમાં યો યો ટેસ્ટની તૈયારી કરી રહ્યા છે. નવેમ્બરના અંતમાં આ ટેસ્ટ થવાનો છે..   તેમનો ઉદ્દેશ્ય તેને પાસ કરીને ટીમમાં સ્થાન બનાવવાનુ છે. જો કે બીસીઆઈના એક પદાધિકારીએ મંગળવારે પ્રશાસકોની સમિતિ સાથે બેઠક પહેલા આ વાત પર સવાલ ઉઠાવ્યો કે યુવરાજ રણજી રમવાના સ્થાન પર એનસીએમાં અભ્યાસ કરી રહ્યો છે. ટૂંકમાં યુવીના ભવિષ્યને લઈને બીસીસીઆઈ અને ક્રિકેટર વચ્ચે રસાકસી ચાલી રહી છે. ટીમ આ સમયે શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ રમી રહી છે.. ત્યારબાદ વનડે શ્રેણી થવાની છે. 
 
દસ ડિસેમ્બરના રૌજ ધર્મશાલામાં પ્રથમ અને 13 ડિસેમ્બરે મોહાલીમાં બીજી વનડે રમાશે.. મોહાલીના આઈએસ બિંદ્રા સ્ટેડિયમ યુવરાજનુ ઘરેલુ મેદાન છે. મેચના એક દિવસ પહેલા જ યુવીનો જન્મદિવસ છે અને આ દિવસે તે 36 વર્ષના થઈ જશે. ભારતીય ટીમ પ્રબંધકને લાગે છે કે યુવી હવે ભવિષ્યની ટીમ ઈંડિયાની યોજનાનો એક ભાગ નથી.. તેમનો 2019માં ઈગ્લેંડમાં થનારા વિશ્વ અ કપ સુધી ટીમનો ભાગ બન્યા રહેવુ ખૂબ જ મુશ્કેલ છે. જો કે યુવીના નિકટના લોકોનુ કહેવુ છે કે તે 2019 વિશ્વકપ સુધી રમવા માટે જ તો બધુ છોડીને એનસીએમાં પરસેવો વહેવડાવી રહ્યા છે. 
 
અનેક ક્રિકેટરોને નથી મળી વિદાય મેચ - 104 ટેસ્ટ અને 251 વનડે રમનારા વીરેન્દ્ર સહેવાગ સહિત અનેક મોટા ક્રિકેટરોને વિદાય મેચ રમવા મળી નથી.. 100થી વધુ ટેસ્ટ અને 200થી વધુ વનડે રમનારા હરભજન સિંહ અને ગૌતમ ગંભીરને પણ આ તક મળવાની શક્યતા ઓછી છે.. નેહરા અને યુવરાજના વિરાટ સાથે સારા સંબંધો છે. એ જ કારણ છે કે 17 ટેસ્ટ અને 120 વનડે રમનારા નેહરાને તાજેતરમાં જ પોતાના ઘરેલુ મેદાન ફિરોજશાહ કોટલા સ્ટેડિયમમાં વિદાય મેચ રમવાની તક મળી. યુવી અને કોહલી વચ્ચે પણ સારી મૈત્રી છે. કપ્તાન પોતાના બીજા મિત્રને પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ઉમદા વિદાય આપવા માંગે છે. 
 
જૂનમાં રમી હતી અંતિમ મેચ - 40 ટેસ્ટ.. 304 વનડે અને 58 ટી-20 રમનારા યુવીએ પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ આ વર્ષે 30 જૂનના રોજ નોર્થ સાઉંડમાં વેસ્ટ ઈંડિઝ વિરુદ્ધ રમી હતી.. ત્યારબાદ તેઓ ટીમમાં પસંદગી પામ્યા નહી.. જેની પાછળનુ કારણ યો-યો ટેસ્ટમાં ફેલ થવુ બતાવાય રહ્યુ છે.. તેમનું  આ વર્ષે જાન્યુઆરીમાં ચાર વર્ષ પછી વનડે ટીમમાં ઈગ્લેંડ વિરુદ્ધ કમબેક થયુ હતુ.. તેમણે પોતાની પસંદગીને યોગ્ય સાબિત કરતા ત્રણ મેચમાં એક સદીની મદદથી 210 રન બનાવ્યા હતા પણ ત્યારબાદ ચેમ્પિયંસ ટ્રોફીમાં તેઓ પ્રથમ મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ નિર્ણાયક રમત રમ્યા સિવાય કંઈક વધુ ન કરી શયા. વેસ્ટ ઈંડિઝ વિરુદ્ધ  અંતિમ વનડે શ્રેણીની ત્રણ મેચોમાં પણ તેમણે 04, 14 અને 39 રનનો સ્કોર કર્યો હતો.