શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 2 એપ્રિલ 2023 (10:48 IST)

ભારતીય ક્રિકેટ ટીમના ખ્યાતનામ ઑલરાઉન્ડર સલીમ દુરાનીનું નિધન

જામનગરના વતની અને ભારતીય ક્રિકેટમાં સિક્સરો ફટકારવાના બેતાજ બાદશાહ સલીમ દુરાનીનું 88 વર્ષની ઉંમરે નિધન થયું છે.
 
સમાચાર એજન્સી એએનઆઈએ તેની પુષ્ટિ કરી છે.
11 ડિસેમ્બર 1934ના રોજ અફઘાનિસ્તાનમાં જન્મેલા સલીમ દુરાની સ્ટેડિયમમાં જે સ્ટૅન્ડમાંથી પ્રેક્ષકની ડિમાન્ડ આવે તે બાજુ સિક્સર ફટકારવા માટે જાણીતા હતા.
 
તેમણે ક્રિકેટની સાથેસાથે 1973માં આવેલી ફિલ્મ ચરિત્ર અને એક માસૂમ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
 
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ જામનગરસ્થિત પોતાના ઘરમાં પડી જતા તેમણે સર્જરી કરાવવી પડી હતી.
 
તેમના નિધન બાદ દેશભરમાંથી લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.
 
પૂર્વ ક્રિકેટર હર્ષા ભોગલેએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવતા લખ્યું, "પ્રભાવશાળી, વિશાળ હ્રદયના અને તેજસ્વી સલીમ દુરાની હવે આપણી વચ્ચે નથી. હું ઈચ્છું છું કે યુવા પેઢી તેમના વિશે વધુ વાર્તા સાંભળી શકે."
 
જાણીતા પત્રકાર વિનોદ શર્મા અને રાજદીપ સરદેસાઈએ પણ સલીમ દુરાની સાથેની પોતાના સંસ્મરણો વાગોળીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.