શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 માર્ચ 2023 (16:00 IST)

ઊર્જાવાન સાહિત્યનું સર્જન કરનાર ધીરુબેન પટેલનું 97 વર્ષની વયે અવસાન

dhiruben patel
ગુજરાતના જાણીતા સાહિત્યકાર નવલકથાકાર ધીરુબેન પટેલનું 97 વર્ષની વયે અવસાન થયું છે. ગુજરાતના મુળ વડોદરામા જન્મેલા ધીરુબેન પટેલનું આજે સવારે અવસાન થયાના સમાચાર આવ્યા છે. તેમનું સાહિત્યક્ષેત્રે મોટું યોગદાન રહ્યુ છે. ગુજરાતી ભાષામાં તેમણે વાર્તાઓ, નવલકથાઓ, લઘુનવલકથા, હાસ્યકથાઓ,બાળ સાહિત્ય, ટુંકીવાર્તાઓ, કાવ્ય સગ્રહમાં તેમનુ વિશેષ સર્જન રહ્યુ છે.

આ ઉપરાંત ભવની ભવાઈ ફિલ્મનું તેમણે લખેલી છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 1981માં કે.એમ. મુન્શી સુવર્ણ ચંદ્રક અને 2002માં સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.1996 માં તેમને નંદશંકર સુવર્ણ ચંદ્રક અને દર્શક પુરસ્કાર આપવામા આવ્યો હતો. તેમની નવલકથા આગંતુક માટે 2001માં તેમને સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ધીરુબેન પટેલનું  નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર, અનુવાદક તરીકે નોધપાત્ર કામગીરી રહી છે. તેમનો જન્મ વડોદરામાં થયો હતો. શાળા-શિક્ષણ સાન્તાક્રુઝની પોદાર હાઈસ્કૂલમા થયું હતું. તેમજ ઉચ્ચશિક્ષણ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી મેળવ્યુ હતુ. વર્ષ 1945માં અંગ્રેજી વિષય સાથે બી.એ. પાસ કર્યુ. અને 1947માં એમ.એ. પુર્ણ કર્યુ. તે બાદ 1949 થી મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી 1963-1964માં દહિસરની કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક તરીકે સેવા આપી. થોડો વખત પ્રકાશનસંસ્થા 'આનંદ પબ્લિશર્' નું સંચાલન કર્યુ હતુ. 1963-64થી કલ્કિ પ્રકાશન શરૂ કર્યું. આ બાદ 1975 સુધી 'સુધા' સાપ્તાહિકનાં તંત્રીપદે રહ્યા હતા. અને 1980માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.