રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 13 જુલાઈ 2021 (12:26 IST)

Yashpal Sharma Death: 1983ની વિશ્વ વિજેતા ટીમના સભ્ય યશપાલ શર્માનુ નિઘન, આવુ હતુ તેમનુ ક્રિકેટ કેરિયર

1983ની વિશ્વ કપ વિજેતા ટીમના સભ્ય પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનુ આજે સવારે હાર્ટ એટેક આવવાથી નિધન થઈ ગયુ. 66  વર્ષીય યશપાલ શર્મા ટીમ ઈંડિયાના સેલેક્ટરના પદ પર રહી ચુક્યા હતા ભારતીય ટીમના પૂર્વ કપ્તાન કપિલ દેવ અને દિલીપ વેંગસરકરે યશપાલ શર્માની મોત પર ઊંડો દુ:ખ બતાવ્યુ છે.  વિશ્વકપની સેમીફાઈનલમાં યશપાલ શર્માએ ઈગ્લેંડના વિરુદ્ધ ટીમના સર્વાધિક સ્કોર બનાવીને ભારતને ફાઈનલમાં પહોચાંડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 
 
ક્રિકેટરના રૂપમાં જ નહી પરંતુ એક કોચ અને પસંદગીકર્તાના રૂપ પર પણ તેમનુ યોગદાન ખૂબ જ ખાસ રહ્યુ છે. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને હરભજન સિંહના કેરિયરને આગળ વધારવાનુ શ્રેય પણ તેમને જાય છે. શુભમન ગિલ અને મંદીપ સિંહ જેવા અનેક પ્રતિભાવાન ખેલાડીની રમત નિખારવાનો શ્રેય પણ યશપાલ શર્માને જાય છે.  તેમણે ઉત્તરપ્રદેશના કોચની પણ ભૂમિકા ભજવી હતી. 
 
ઈગ્લેંડ વિરુદ્ધ કર્યો ટેસ્ટ ડેબ્યુ 
 
જમણા હાથના બેટ્સમેન યશપાલ શર્માએ લોર્ડ્સના મેદાન પર ઈગ્લેંડના વિરુદ્ધ પોતાની ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. તેમણે પોતાના કેરિયરમાં ભારત માટે 37 ટેસ્ટ અને 42  વનડે રમી.  ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 33.45ની સરેરાશથી 1606 રન બનાવ્યા હતા. તેમા બે સદી અને 9 હાફ સેંચુરી સામેલ હતી. ટેસ્ટમાં 140 રન તેનો સર્વાધિક સ્કોર હતો. 
 
યશપાલ શર્માએ સિંયાલકોટમાં પાકિસ્તાન વિરુદ્ધ પોતાની પ્રથમ વનડે રમી હતી. વનડેમાં તેમનુ નામ 42 કેચની 40 દાવમાં 883 રન નોંધાયા છે.  જેમા ચાર અર્ધશતક પણ સામેલ છે. તેમનો સર્વાધિક સ્કોર એકદિવસીય ક્રિકેટમાં 89 રન હતો. 1985માં પોતાના કેરિયરના અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમનારા યશપાલ શર્માને સાત વર્ષના સમયગાળામાં કોઈ બોલર શૂન્ય પર આઉટ ન કરી શક્યો.