ગુડપ્પા પણ કોચ માટે તૈયાર !!!

બેંગલૂર| વાર્તા| Last Modified શુક્રવાર, 8 જૂન 2007 (09:59 IST)

બેંગલૂર (યુએનઆઇ), 8 જૂન 2007 શુક્રવાર. ભારતીય ક્રિકેટ ટીમના સ્‍વદેશી કોચ માટે ભૂતપુર્વ ક્રિકેટર ગુડપ્પા વિશ્વનાથે આજે જણાવ્યું કે તેઓ પણ ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનીને જવાબદારી સંભાળવા તૈયાર છે.

બેંગલોરમાં કેએસસીએ સ્‍ટેડીયમમાં ગુડપ્પા વિશ્વનાથે પત્રકારોને જણાવ્યું કે તેઓ પણ ક્રિકેટમાં પોતાનું યોગદાન આપવા ઇચ્‍છા રાખે છે. તેમણે કહ્યું કે ચોક્કસ આ સમય ક્રિકેટમાં યોગદાન આપવા માટે શ્રેષ્‍ઠ છે.

વિશ્વનાથે પ્રશ્નનાં ઉત્તરમાં જણાવ્યું કે, જુદી-જુદી બાબતો માટે અલગ-અલગ કોચ રાખવામાં કશું ખોટું નથી. તેમણે જણાવ્યું કે ક્રિકેટમાં બેટીંગ, બોલીંગ અને ફિલ્‍ડંગના અલગ અલગ કોચ રાખવા ખોટા નથી.
ગુડપ્પાએ 1969માં પોતાની ક્રિકેટ કેરીયરની શરૂઆત કરેલી જેમાં તેઓએ 91 ટેસ્‍ટ મેચમાં 6080 રન બનાવ્યા હતાં. તેઓએ 25 વન-ડે મેચ પણ રમ્યા હતાં.


આ પણ વાંચો :