ધોનીએ ખરીદી એક કરોડની કાર

રાંચી. | ભાષા| Last Modified શુક્રવાર, 31 જુલાઈ 2009 (15:15 IST)

ચમકદમક ધરાવતી મોઘેરી કાર પાછળ ગાંડાઘેલા ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ એક કરોડ રૂપિયાની નવી હમર કાર ખરીદી છે.

હમર પહેલા ધોની ટોયોટા કોરોલા, સ્કોર્પિયો, પજેરો, હર્લે ડેવિડસન, યામાહા 650 સીસી સ્પોર્ટ્સ બાઈક, કાવાસાકી નિંજા વગેરે જેવી અગણિત ગાડીયો ફેરવી ચૂક્યા છે. ધોની ગુરૂવાર સાંજે સાથી ખેલાડી આર.પી.સિંહ અને કેટલાક અન્ય સંબંધીઓ સાથે દિલ્હીથી લખનઉ થઈને પોતાના ઘરે પહોંચ્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઈંડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની આઈસીસી વનડે રેંકિંગમાં બેટ્સમેનોની સૂચિમાં ટોપ પર યથાવત છે. જ્યારે આક્રમક બેટ્સમેન યુવરાજ છઠ્ઠા સ્થાને પહોચવામાં સફળ રહ્યા.
ટીમ ઈંડિયાના આક્રમક બેટ્સમેન યુવરાજસિંહના 744 પોઈંટ્સ છે અને તે રેંકિંગમાં છઠ્ઠા સ્થાને છે.


આ પણ વાંચો :