વિશ્વ કપ મેજબાની : બટ મોર્ગનને મળશે

કરાચી| ભાષા|

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ 2011 ના મેચોની મેજબાનીના મુદ્દા પર આઈસીસી અધ્યક્ષ ડેવિડ મોર્ગન સાથે અંતિમ ચરણની વાતચીત માટે દુબઈ જશે. બટ 27 ઓગસ્ટે મોર્ગનને મળશે અને કોર્ટની બહાર મામલાનું સમાધાન શોધવા માટે વાતચીત કરશે.

પાકિસ્તાન જો પોતાના ભાગના 14 મૈચ ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશમા કરાવવા પર રાજી થાય ે તો આઈસીસી તેને બે કરોડ ડોલરનું વળતર આપશે. આ ઉપરાંત પીસીબી વિશ્વ કપ કેંદ્રીય આયોજન સમિતિ નું સભ્ય પણ બનેલું રહેશે.

પીસીબીના એક સૂત્રએ કહ્યું કે, આઈસીસી પ્રમુખે બટને આશ્વાસન આપ્યું કે, જો મામલો આ સપ્તાહે ઉકેલી જશે તો તે આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં પાકિસ્તાન વિરુદ્ધ દ્રિપક્ષીય શ્રેણી રમવા માટે ભારતીય બોર્ડને મનાવી લેશે. બટ અને મોર્ગન વચ્ચે બેઠક 27 ઓગસ્ટના રોજ થશે.


આ પણ વાંચો :