નગ્ન અવસ્થામાં રસ્તામાંથી મળી તેજાબથી દાજેલી યુવતી, 3 દિવસ પહેલા જ થયા હતા લગ્ન
બરેલી જિલ્લાના ફતેહગંજ પશ્ચિમમાં એક નવવિવાહિત મહિલા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે, જેનાથી સનસનાટી મચી ગઈ છે. મંગળવારે સવારે ગંભીર રીતે દાઝેલી હાલતમાં રસ્તા પર પડેલી નવપરિણીત મહિલા પર સંબંધીઓએ એસિડ નાખી દીધું. યુવતીના મોઢામાં પણ એસિડ નાખવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં પહોંચેલી પોલીસે મહિલાને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી હતી. તેની હાલત એકદમ નાજુક છે તે હવે કશું બોલી શકતી નથી. પોલીસે જણાવ્યું કે યુવતીનો ચહેરો, ગળું, છાતી અને બંને હાથ ગંભીર રીતે દાઝી ગયા છે.
22 એપ્રિલના રોજ લગ્ન થયા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, થાણા શાહી વિસ્તારના એક ગામની રહેવાસી યુવતીના લગ્ન 22 એપ્રિલના રોજ ફરીદપુર વિસ્તારના ભગવાનપુર ગામમાં થયા હતા. જાણવા મળ્યું છે કે લગ્ન સમયે યુવતીની તબિયત બગડી ગઈ હતી, ત્યારપછી તેને ફેરા વગર જ મોકલી દેવામાં આવી હતી. મંગળવારે સવારે, તેના સાસરિયાના ઘરથી લગભગ 50 કિમી દૂર, તે ફતેગંજ પશ્ચિમ વિસ્તારના અગરાસ-શંખા રોડ પર કોલેજ પાસે બેભાન અવસ્થામાં પડેલી મળી.
50 ટકા સુધી દાઝી ગઈ
વરિષ્ઠ પોલીસ અધિક્ષક પ્રભાકર ચૌધરીએ જણાવ્યું કે યુવતી પર કોઈ રાસાયણિક પદાર્થ રેડવામાં આવ્યો હતો. આંખોથી માંડીને શરીરનો 50 ટકા ભાગ દાઝી ગયો છે. તેણે કહ્યું કે હોશમાં આવતાં જ હોસ્પિટલમાં મહિલાએ પોલીસને લેખિતમાં પોતાનું નામ અને ગામનું નામ આપ્યું હતું. તેણે કહ્યું, “યુવતી નવ પરણિત છે, જેની ઓળખ થઈ ગઈ છે અને તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે તેના તાજેતરમાં જ લગ્ન થયા છે. પિયર અને સાસરિયા પક્ષના લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે.