રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (21:06 IST)

સુહાગરાત પર પતિ-પત્ની સાથે એવુ તો શું થયુ કે બન્નેને હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા - જાણો

લગ્ન સંબંધી ઘણી વાતો  સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે પણ બિહારના ગોપાલગંજ જિલ્લામાં એક એવો કેસ સામે આવ્યો છે જેને બધાના હોશ ઉડાવી દીધા. 
 
પરિવારના સભ્યો અનુસાર, શાંતિ દેવીએ શનિવારે મંદિરમાં ગોપાલગંજના 30 વર્ષીય મુકેશ કુમાર સિંહ સાથે લગ્ન કર્યા. બંનેના લગ્ન બાદ રવિવારે ઘરે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, બધા સંબંધીઓ અને પરિચિતોને  ભોજન કરાવ્યા પછી, પતિ -પત્ની બંને સૂઈ ગયા.
 
ઉંઘવા ગયેલા દંપતીએ હનીમૂનની રાત્રે ઝેર પી લીધું હતું અને પરિવાર પછી  તેમને હોસ્પિટલ લઈ ગયો હતો. સંબંધીઓએ જણાવ્યું કે બંનેએ ઝેરીલુ  ચિકન ખાધું હતું. ઝેર પીવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અહેવાલો અનુસાર, બંને રૂમમાં બેભાન અવસ્થામાં મળ્યા.
 
ત્યારબાદ તેમને  હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પોલીસનું કહેવું છે કે આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. પ્રેમી યુગલ બેભાન અવસ્થામાં છે, જેના કારણે તેમની હજુ સુધી આ મામલે પૂછપરછ કરવામાં આવી નથી. એક પ્રેમી યુગલને  સુહાગરાતની રાત્રે મારવાની કોશિશ કરવામાં આવી છે કે બન્નેએ ઝેર ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી તેની જાણ તો બંનેમાંથી કોઈ હોશમાં આવશે ત્યારે જ ખબર પડશે.  બન્નેને ગંભીર સ્થિતિમા  હોસ્પિટલમાં દાખલ કરાવ્યા જ્યાંથી તેમને  સારવાર માટે ગોરખપુર રેફર કરવામાં આવ્યા છે.