ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 24 મે 2023 (17:05 IST)

Kannur - ફાંસી પર લટકતા મળ્યા પતિ-પત્ની અને 3 બાળકો

કન્નુરમાં એક ઘરમાંથી ત્રણ બાળકો અને તેમના માતા-પિતાના મૃતદેહ મળી આવ્યા હતા.  જે બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.  પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે.  સાથે જ પ્રાથમિક તપાસમાં પોલીસે હત્યા બાદ આત્મહત્યાની આશંકા વ્યક્ત કરી છે.  હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.
 
ઉલ્લેખનીય છે કે કેરળના કન્નુરમાં ચેરુપુઝા પાસે તાજેતરમાં જ પરણેલા યુગલ અને મહિલાના તેના પહેલા લગ્નના ત્રણ બાળકો બુધવારે તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે શાજી અને શ્રીજા દંપતીએ પહેલા 8 થી 12 વર્ષની વયના ત્રણ બાળકોની હત્યા કરી અને પછી ખુદને ફાંસી આપી. સૂત્રોના જણાવ્યા મુજબ શાજી પણ પરિણીત હતો અને તેને પત્ની અને બે બાળકો છે