1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
  4. lucknow double murder news

લખનૌમાં ડબલ મર્ડર અને સુસાઈડથી મચી સનસની, બેંકની બહાર પત્નીને ગોળી મારીને ઘરે જઈને બહેનની કરી હત્યા, પછી કર્યુ સુસાઈડ

Lucknow Bank Employee Murder Case
Lucknow Double Murder News: ઉત્તર પ્રદેશની રાજઘાની લખનૌના ગોમતીનગરમાં દિવસે એક બેંક કર્મચારી મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી. એવુ બતાવાય રહ્યુ છે કે હત્યારો અન્ય કોઈ નહી પણ મહિલાનો પતિ જ હતો. જે પહેલાથી ઘાત લગાવીને બેસ્યો હતો.  મૃતક મહિલાની ઓળખ દિવ્યા મિશ્રાના રૂપમાં થઈ છે. જે આઈસીઆઈસીઆઈ બેંકમાં રિલેશનશિપ મેનેજર હતી. હત્યાની સૂચના મળ્યા બાદ પોલીસ અધિકારી ઘટનાસ્થળ પર પહોચી ગયા છે. ત્યારબાદ આરોપી પતિએ પોતાની બહેન તુલિકાની હત્યા કરી નાખી અને પછી આત્મહત્યા કરી લીધી. મૃતક પતિનુ નામ માનસ છે. માનસ એસબીઆઈ બેંકમાં કર્મચારી હતો. બહેન તુલિકા કુંવારી છે. હુસડિયા સ્થિત ઘરમાં બહેનની હત્યા કરી માનસે આત્મહત્યા કરી લીધી છે.  

બેંક બહાર જ પત્નીને મારી ગોળી 

 
 લખનૌના આઈજી અપર્ણા કુમારે જણાવ્યું હતું કે આઈસીઆઈસીઆઈ બેંકની બહાર માનસ મિશ્રાએ તેની પત્ની દિવ્યા મિશ્રાની ગોળી મારી અને પછી તેની બહેનને ગોળી મારી અને પછી આત્મહત્યા કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવારે બપોરે 12 વાગ્યે કારમાં સવાર યુવકે આઈસીઆઈસીઆઈ બેંકની બહાર મહિલા રિલેશનશિપ મેનેજરને ફોન કર્યો હતો. આરોપી પતિ અને મહિલા મેનેજર વચ્ચે ટૂંકી વાતચીત થઈ હતી. ત્યારબાદ આરોપી પતિએ તેની પત્નીને ગોળી મારી અને ભાગી ગયો.

બહેનને ગોળી મારી, પછી આત્મહત્યા કરી

ગોળીઓનો અવાજ સાંભળીને, બેંકના અન્ય કર્મચારીઓ અને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની માહિતી મળતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. બીજી તરફ, ગોમતીનગરમાં બનેલી ઘટના બાદ પતિ માનસ હસદિયાએ ચોકડી પર પહોંચીને તેની બહેનને ગોળી મારી દીધી હતી. ત્યારબાદ તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
આગળનો લેખ
રક્ષાબંધન પર મહિલાઓ માટે એક મોટી ભેટ: બે દિવસ માટે મફત બસ મુસાફરી