રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : બુધવાર, 29 મે 2024 (13:14 IST)

MP Crime: છિંદવાડામાં સામુહિક હત્યાકાંડ, પહેલા આઠ લોકોની હત્યા... પછી આરોપીએ ખુદને લગાવી ફાંસી

mass murder in chhindwara
mass murder in chhindwara


MP Crime: છિંદવાડા જીલ્લામાં એક આદિવાસી પરિવારમાં 8-10 લોકોની સામુહિક હત્યા પરિવારના જ પુત્રએ  કુહાડી મારીને કરી છે. ત્યારબાદ હત્યારાએ પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. 
 
આ ઘટનાથી વિસ્તારમાં મચ્યો હડકંપ 
જીલ્લાની અંતિમ સીમામાં વસેલા આદિવાસી વિસ્તારના થાના માહુલઝિર હેઠળ ગ્રામ બોદલછારમાં એક આદિવાસી પરિવારમાં 8 લોકોની સામુહિત હત્ય કરવામાં આવી છે. પરિવારના પુત્રએ કુહાડી મારીને હત્યા કરી. ત્યારબાદ હત્યારાએ પણ ફાંસી લગાવીને ખુદનુ જીવન પણ સમાપ્ત કરી લીધુ છે.  

 
હત્યાનું કારણ જાણી શકાયું નથી, સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આદિવાસી પરિવારના એક યુવકે તેના માતા-પિતા, પત્ની, બાળક અને ભાઈ સહિત પરિવારના આઠ સભ્યોની કુહાડીના ઘા મારી હત્યા કરી નાખી હતી અને હત્યા કર્યા બાદ , તેણે પોતાની જાતને પણ ફાંસી આપી હતી. આ ઘટના રાત્રીના 2-3 વાગ્યાની હોવાનું કહેવાય છે. પોલીસે આખા ગામને સીલ કરી દીધું છે. છિંદવાડાથી પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે રવાના થયા. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
 
આરોપીએ સૌથે પહેલા પત્નીની કરી હત્યા 
પોલીસ મુજબ આરોપીના લગ્ન 21 મે ના રોજ થયા હતા અને તેને સૌથી પહેલા તેની પત્નીને જ મોતને ઘાટ ઉતારી. આરોપી દ્વારા પછી 55 વર્ષીય મા, 35 વર્ષીય ભાભી, 16 વર્ષીય બહેન, 5 વર્ષીય ભત્રીજી, 4 અને દોઢ વર્ષીય બે ભત્રીજીઓને કુલ્હાઈ મારીને મોતને ઘાટ ઉતાર્યા. પોલીસે ઘટનાસ્થળ પર પહોચીને કુલ્હાડી પણ જપ્ત કરી લીધી છે. 
 
હત્યાનું કારણ બહાર આવ્યું નથી
આઠ લોકોની હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી માનસિક રીતે અસ્વસ્થ હતો અને તેણે કુહાડી લઈને તેના માતા-પિતા, પત્ની, ભાઈ, બહેન અને ભત્રીજી સહિત પરિવારના 8 સભ્યોની હત્યા કરી નાખી હતી પોતાને ફાંસી આપી.
 
મુખ્યમંત્રીએ તપાસની સૂચના આપી
મુખ્યમંત્રી ડો.મોહન યાદવે કહ્યું કે આ ઘટના દુઃખદ છે, આવી ઘટના બધાને ચોંકાવી દે છે. આ દુખની ઘડીમાં હું પીડિત પરિવારની સાથે છું. આ ઘટનાની તપાસ કરાવશે. મંત્રી સંપતિયા ઉડકેને છિંદવાડા જવા માટે કહેવામાં આવ્યું છે. સંપતિયા ઉડકે  જી ત્યાં જશે અને બાકીના પરિવારના સભ્યોને મળશે. પ્રાથમિક તપાસમાં યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જાહેર થયું છે. હું આનાથી ખૂબ જ દુઃખી છું. સરકાર શોકની આ ઘડીમાં મદદ કરશે. ઓમ શાંતિ...