Dhanteras 2023- ધનતેરસ પર ઘરે લઇ આવો આ સામગ્રી - દિવાળીના દિવસે બજારોમાં ખરી રોનક કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી જે ધનતેરસના નામથી ઓળખાય છે થી શરૂ થાય છે. આ દિવસે તમે પણ કઈક સ્પેશલ શોપિંગ કરી એક ધન લગાવીને તેર ગણું ઘન મેળવી શકો છો. * ધનતેરસના દિવસે આખુ ધાણા ખરીદવું , દિવાળીની રાત્રે લક્ષ્મીજી સામે આખા ધાણા રાખી રહેવા દો . બીજા દિવસે સવારે આખું ધાણાને ગમલામાં વાવો. એવી માન્યતા છે કે જો આખા ધાણાથી લીલોછમ સ્વસ્થ રોપા નિકળે તો આર્થિક સ્થિતિ સુદૃઢ રહેશે. જો ઘાણાના રોપા પાતળા છે તો આવક સામાન્ય થાય છે. પીળા અને રોગી રોપા નિકળે તો આર્થિક પરેશાનીઓ આવશે. * ધનતેરસના દિવસે લક્ષ્મી ગણેશની મૂર્તિ , સોના -ચાંદીના સિક્કા વગેરે ખરીદવાની પરંપરા છે. તેનાથી ઘરમાં ધન ધાન્ય અન્નની ઉણપ નહી થાય. ચાંદી ચંદ્રમાના પ્રતીક છે અને તેનાથી ઘરમાં શીતળતા આવે છે. * નવા કપડા - આ દિવસે દિવાળી પર પહેરવા માટે નવા વસ્ત્ર ખરીદવાની પરંપરા પણ છે. સોનુ - આ દિવસે સોનાના ઘરેણા ખરીદવાની પરંપરા છે. સોનુ પણ લક્ષ્મી અને બૃહસ્પતિનુ પ્રતિ છે તેથી સોનુ ખરીદો. * ચાંદી - આ દિવસે ચાંદી ખરીદવાનુ પ્રચલન પણ છે. કેટલાક લોકો ચાંદીના સિક્કા ખરીદે છે. આ સિક્કા પર માતા લક્ષ્મી અને કુબેરની આકૃતિ બનેલી હોય છે. * વાસણ આ દિવસે જૂન વાસણોને બદલીને યથાશક્તિ તામ્બા, પિત્તળ, ચાંદીના ગૃહ ઉપયોગી નવા વાસણ ખરીદવામાં આવે છે. પીત્તળના વાસણ લક્ષ્મી અને બૃહસ્પતિનુ પ્રતીક છે. તેથી આ દિવસે સોનુ ન ખરીદી શકતા હોય તો પીત્તળનુ વાસણ જરૂર ખરીદો. * ધનતેરસ અને દિવાળીના દિવસે મીઠું જરૂર ખરીદ કરી ઘરે લાવો તેને રસોડામાં ઉપયોગ કરો તેનાથી આખું વર્ષ લક્ષ્મી કૃપા બની રહે છે. દિવાળીના દિવસે મીઠુંના પોતા કરવાથી ગરીબી દૂર થાય છે. * ગોમતી ચક્ર- કોઈપણ પરિવાર ત્યારે જ સમૃદ્ધ અને સુખી બની શકે છે જ્યારે પરિવારના તમામ લોકો સ્વસ્થ હોય. તેથી જ તો કહેવાય છે કે પ્રથમ સુખ, નિરોગી કાયા. સ્વસ્થ રહેવા માટે 11 ગોમતી ચક્ર ખરીદીને લાવો અને દિવાળીના દિવસે તેમની પૂજા કરો. ત્યારબાદ આ ગોમતીચક્રને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં મુકો. તેનાથી તમારા ઘરના લોકો સ્વસ્થ રહેશે અને પરિવારમાં સમૃદ્ધિ આવશે. * લક્ષ્મી-ગણેશની મૂર્તિ - આ દિવસે દિવાળીની પૂજા માટે લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિ કે ચિત્ર ખરીદવામાં આવે છે અને આ જ દિવસે ધન્વંતરિની પૂજા માટે તેમની મૂર્તિ કે ચિત્ર પણ ખરીદવામાં આવે છે. * સાવરણી - સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તે ઘરમાંથી ગરીબી દૂર કરવાનું કામ કરે છે. તમે ધનતેરસના દિવસે સાવરણી જરૂર ખરીદીને લાવો. બીજા દિવસે આ ઝાડૂનો ઉપયોગ કરીને દરિદ્રતા દૂર કરો. * રમકડા - આ દિવસે બાળકો માટે રમકડા પણ ખરીદવામાં આવે છે. બાળકોનુ મન ખુશ રાખવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે. * ધાણી-પતાશા - આ દિવસે પૂજાની સામગ્રી સાથે જ ધાણી પતાશા વગેરે પણ ખરીદવામાં આવે છે. આ ઘરમાં ખુશીઓ લાવે છે. Edited By-Monica sahu