શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: બુધવાર, 3 નવેમ્બર 2021 (11:46 IST)

Diwali 2021- દિવાળીના 21 નાના- નાના ઉપાય , એક પણ કરી લેશો તો દૂર થઈ જાય છે ગરીબી

મહાલક્ષ્મીના એવા ફોટાના પૂજન કરો, જેમાં લક્ષ્મી ભગવાન વિષ્ણુના પગના પાસે બેસી છે. એવા ફોટાના પૂજન કરતા દેવી ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે. 
* લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય આ દિવસે કોઈ કિન્નરથી એને ખુશીથી એક રૂપિયાના સિક્કો લઈ અને આ સિક્કાને તમારા પર્સમાં રાખો બરકત આવશે. 
 
* દિવાળી પર ઘરથી નિકળતા જો કોઈ સુહાગણ લાલ રંગના પારંપરિક ડ્રેસમાં જોવાય તો સમઝી લો કે તમારા પર મહાલક્ષ્મીની કૃપા થશે. આ એક શુભ શકુન છે. આવું થતા કોઈ જરૂરિયાત સુહાગણને સુહાગના સામાન દાન કરો. સુહાગના સામાન જેમ કે બંગડી, વસ્ત્ર કે કંકુ વગેરે. 
 
* દિવાળીની રાત્રે લક્ષ્મી અને કુબેર દેવનું પૂજન કરો અને અહીં આપેલ મંત્રનિ જાપ ઓછામાં ઓછા 108 વાર કરો. 
ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવાણાય, ધન ધાન્યધિપતયે, • ધન ધાન્ય દેહી સમૃદ્ધિ દાપય સ્વાહા !!
 
* મહાલક્ષ્મીના પૂજનમાં ગોમતી ચક્ર પણ રાખવુ જોઈએ. ગોમતી ચક્ર પણ ઘરમાં ધન સંબંધી લાભ આપે છે. 
 
* મહાલક્ષ્મીના પૂજનમાં દક્ષિણાવર્તી શંખ પણ રાખવું જોઈએ. આ શંખ મહાલક્ષ્મીને અતિપ્રિય છે . એની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિના વાસ થયા છે. 
 
* દિવાળી પર બ્રહ્મ મૂહૂર્તમાં ઉઠી અને સ્નાન કરવાના પાણીમાં કાચા દૂધ અને ગંગાજળ મિક્સ કરો. 
 
* દિવાળી પર હનુમાનજીના મંદિરમાં તેલના દીપક પ્રગટાવો અને દીપકમાં લવિંગ નાખી હનુમાનજીની આરતી કરો. હનુમાન ચાલીસાના પાઠ કરો.
 
* દિવાળીના દિવસે આસોપાલવના ઝાડના પાંદાડાનું તોરણ બનાવીને તેબે મુખ્ય બારણા પર લગાવો. આવું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. 
 
* દિવાળી પર લક્ષ્મી પૂજનમાં હળદરની ગાંઠ પણ રાખો. પૂજન પૂર્ણ થતાં આ હળદરની ગાંઠને ઘરમાં તે સ્થાન પર મૂકો જ્યાં પૈસા મૂકવામાં આવે છે. 
 
* રાત્રે સૂતા પહેલા કોઈ ચાર રસ્તા પર તેલનો દીવો પ્રગટાવો અને પરત આવી જાવ. ધ્યાન રાખો કે પાછળ વળી જોશો નહી. 
 
* દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજન સાથે તમારી એવી વસ્તુઓના પણ પૂજન કરો જેનાથી કમાણી થાય છે. 
 
* જો શક્ય હોય તો દિવાળીના દિવસે મોડે સુધી ઘરનું  બારણું ખુલ્લુ  રાખો  .એવુ માનવામાં આવે છે કે દિવાળીની રાતે મહાલક્ષ્મી પૃથ્વીનું  ભ્રમણ કરે છે અને પોતાના ભક્તોના ઘરે જાય છે.  
 
* મહાલક્ષ્મીની પૂજામાં પીળી કૉડિઓ પૂજનમાં રાખવી જોઈએ. તમારી ધન સંબંધી બધી પરેશાનીઓ ખત્મ થઈ જશે. 
 
* લક્ષ્મી પૂજનમાં એક નારિયલ લો અને એના પર કંકુ ફૂલ લગાવી એને પણ પૂજામાં રાખો.  
 
* પ્રથમ પૂજ્ય શ્રીગણેશને દૂર્વા અર્પિત કરો . દૂર્વાની 21 ગાંઠ ગણેશજીને ચઢાવાથી એમની કૃપા મળે છે. દિવાળીમાં આ શુભ દિવસે આ ઉપાય કરવાથી ગણેશજીને સાથે લક્ષ્મીજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. 
 
*  મહાલક્ષ્મી મંત્રન જાપ કરો . મંત્ર જાપ માટે કમળ ગટ્ટાની માળાના ઉપયોગ કરો. દિવાળી પર ઓછામાં ઓછા 108 મંત્રના જાપ કરો. 
ૐ શ્રી હ્રી શ્રી કમલે કમલાયે પ્રસીદપ્રસીદ શ્રી હ્રી શ્રી ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ 
* દિવાળી પર સ્નાન પછી નવા કપડા પહેરો અને સૂર્યને જળ અર્પિત કરો. જળ ચઢાવવાની સાથે લાલ ફૂલ પણ સૂર્યને ચઢાવો. 
* મહાલક્ષ્મી મંત્રના જાપ કરો. મંત્ર જાપ માટે કમલકાકડીની માળાનો ઉપયોગ કરો. દીવાળી પર ઓછામાં ઓછા 108 વાર આ મંત્રના જાપ કરો.  
ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ ઓમ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મયૈ ન
* જો શકય હોય તો દિવાળીની મોડી રાત સુધી બારણા ખુલ્લા મૂકી રાખો. માન્યતા છે કે રાત્રે લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને ભક્તોના ઘરે જાય છે.