શનિવાર, 2 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. ઇસ્લામ
  3. ઈદ
Written By
Last Updated : મંગળવાર, 12 જુલાઈ 2022 (07:17 IST)

Know About Makka મક્કા મદિના વિશે આટલુ જરૂર જાણો

makka madina
ઈદ ઉલ ફિતર પછી મુસ્લિમ સમુહનો સૌથી મોટો તહેવાર બકરીદ આવે છે. જેને ઈદ ઉલ અજહા કહે છે. મુસલમાનોનો સૌથી મોટો ધાર્મિક સ્થળ કાબા/ મક્કા મદિના છે.  કાબાના વિશે કુરાનમાં જણાવ્યુ છેકે દરેક મુસલમાનને જીવનમાં ઓછામાં ઓછા એક વખત મક્કાની યાત્રા જરૂર કરવી જોઈએ. મક્કામાં આવ્યુ છે કાબા. અહી રોજ લાખો લોકો પત્થરથી નિર્મિત ઈમારતની પરિક્રમા કરે છે. આ ઈમારતને બૈતુલ્લા (અલ્લાહનુ ઘર) માને છે. આવો બકરીદ પર કાબા વિશે જાણીએ રોચક માહિતી. 
 
આ રીતે અપી કુરબાની - અલ્લાહ કે ખુદાએ હજરત ઈબ્રાહિમ પાસે  તેના પુત્રની કુરબાની માંગી. ઈબ્રાહિમે કોઈપણ જાતના સંકોચ વગર પુત્રની કુરબાની આપાને જતો રહ્યો.  રસ્તામાં એક શૈતાન મળ્યો. જે તેને ભ્રમમાં નાખવા લાગ્યો. પણ તેમણે શૈતાનની વાત માની નહી. ઈબ્રાહિમે આંખો પર પટ્ટી બાંધીને પોતાના પુત્રની કુરબાની આપી. 
 
આમને બનાવ્યા પૈગંબર -  ખુદાએ હજર ઈબ્રાહિમનુ મોટુ દિલ જોઈને તેમના પુત્રને જાનવરમાં બદલીને જીવતો કરી દીધો. ત્યારથી કુરબાની આપવાનો રિવાજ ચાલ્યો આવ્યો છે. આ કુરબાની પછી ખુદાએ ઈબ્રાહિમ અને ઈસ્માઈલને પોતાના પૈગંબર બનાવી લીધા અને તેમને પોતાને માટે એક ઘર બનાવવાનુ કહ્યુ. 
 
70 હજાર ફરિશ્તા કરે છે પરિક્રમા 
 
કાબા વિશે કુરાનમાં બતાવ્યુ છે કે આ એક જન્નત છે. અહી રોજ ઓછામાં ઓછા 70 હજાર ફરિશ્તા તેમની પરિક્રમા કરે છે.  
 
આ રીતે લટક્યા છે દિપક 
 
કાબા રૂમની જેવો બનાવેલ છે.  જેની અંદર બે સ્તંભ છે.  એક બાજુ ભેજ  પણ મુકવામાં આવી છે. જ્યા લોકો ઈત્ર વગેરે નાખી શકે છે.  કાબાની અંદર બે લાલટેન જેવા દીપક છત પર લટકેલા જોઈ શકાય છે.  દીવાલ અને ફર્શ સંગેમરમરના બનેલા છે. 
 
આટલા લોકો જઈ શકે છે કાબામાં 
 
કાબાની અદર કોઈપણ પ્રકારની ઈલેક્ટ્રિક લાઈક નથી. તેમા એક સાથે ઓછામાં ઓછા 50 લોકો જઈ શકે છે.  કાબાની અંદર જવા માટે પહેલા એક દરવાજો હતો અને બહાર જવા માટે જુદો દરવાજો. પહેલા તેમા એક બારી પણ હતી. 
 
પહેલા હતી બારી 
 
કાબામાં અંદર બહાર જવા માટે ફક્ત એક જ દરવાજો છે. હવે કોઈ બારી પણ નથી.  કાબાની બહારની દિવાલો પર પડદા લાગેલા છે. જેના પર કાલિમા લખીને કવર કરવામાં આવ્યુ છે. 
 
 
આ પરિવાર પાસેથી પરમિશન લેવી પડે છે 
 
ભલે કેટલી પણ મોટી હસ્તી કેમ ન હોય .. કાબામાં અંદર જવા માટે શૈબા પરિવાર પાસેથી મંજુરી લેવી પડે છે. કાબાની ચાવીઓ આ પરિવાર પાસે રહે છે. 
 
ચોરી લીધો હતો આ પત્થર 
 
અનેક લોકોનુ માનવુ છે કે કાબાનો કાળો પત્થર કેટલાક ઈસ્લામી સમુહ દ્વારા ચોરી લેવામાં આવ્યો હતો. જ્યારે તેને પરત મેળવવામાં આવ્યો ત્યારે તેના ઘણા ટુકડા થઈ ગયા. એવુ કહેવાય છે કે આજે પણ એ પત્થરના કેટલાક ટુકડા મળ્યા નથી. 
 
આ દિવસે ઉજવાશે ઈદ 
 
ઈદ-અલ-અજહા આ વર્ષે ત્રણ દિવસ 10,11 અને12ના રોજ ઉજવાશે. આ દિવસે મુસલાનોના ઘરે કેટલાક ચાર પગવાળા જાનવરોની કુરબાની આપવાની પ્રથા છે.  કુરબાની પછી તેના ત્રણ ભાગ પાડી તેનુ વિતરણ કરવામાં આવે છે.